રાજય સરકારના આદેશથી જીલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનીક આરોગ્ય વિભાગના સતત પ્રયાસોને કારણે આજે શહેર-તાલુકો કોરોના સામે સુરક્ષીત થઇ રહ્યો છે તે માત્ર રસીકરણની ઝડપી ઝુંબેશને કારણે હાલ રસી કરણની કામગીરી પુર પાટ ઝડપે દોડી રહી છે.
કોરોનાની મહામારી સામે સ્થાનીકો તંત્રે ક્ષણે કોરોનાને ગામવટો આપવાની કમર કસી હોય તે રીતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જયારે રસીકરણ મહા અભિયાનો પ્રારંભ કરાયો તે પ્રથમ દિવસે શહેર-તાલુકામાં ત્રણ હજાર જેટલા લોકોનું રસી કરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ર0 દિવસમાં 30 ટકા થી વધુ રસી કરણ કરી આરોગ્ય વિભાગ દ્વારા રસી કરણની ગાડી પુરપાટ ઝડપે દોડાવી રહ્યું છે. સૌથી વધુ રસીકરણ વાળા ગામોમાં મેખાટીંબી, અરણી, અરેલીયા, સેવંત્રા, જયારે સૌથી ઓછા રસી લેનાર ગામો ગાઘા અને સંધી કલારીયા ગામ ના લોકો રસીથી દુર ભાગી રહ્યા છે. ત્યારે આવા લોકોને કોરોનાની ત્રીજી લહેરમાં સુરક્ષીત રહેવું મુશ્કેલ બની શકે છે.
હાલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં રસી લેવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ સુરજ વાડી અને સિવીલ હોસ્પિટલ ખાતે લાંબી લાઇનો જોવા મળી રહી છે. આ અંગે રસીકરણ ઇન્ચાર્જ જયેશભાઇ ત્રિવેદી, વિક્રમસિંહ સોલંકી, પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવાએ જણાવેલ કે હાલ કોરોના ની રસી મૂકાવવા લોકોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના ડો. હેપી પટેલ, ડો.
સોલંકી સહિત સ્ટાફ ખડે પગે રહી રસીકરણ પુરપાટ ઝડપે કરી રહ્યા છે. ત્યારે લોકોને સમયસર રસી લેવા માટે લોકો મને રજીસ્ટ્રેશન કરી ને આવે તો વધુ સરળતા રહે શહેરનો કોઇપણ નાગરીક રસી વગર ન રહે તેવી અમારી પ્રાથમિક તૈયારી છે. લોકોને રસીકરણ કેમ્પે શાંતિ જાળવવા અપીલ કરી છે.