- ડારી ટોલનાકા ખાતેના ‘નિરાધારનો આધાર’ આશ્રમના 83 પ્રભુજીઓની મેડિકલ તપાસ
ગીર સોમનાથ તા.13: વેરાવળના ડારી ટોલનાકા ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમના ખાતેના પ્રભુજીઓનું આરોગ્ય વિભાગ એક્સ-રે વાન દ્વારા જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં 83 જેટલા પ્રભુજીઓનું હેલ્થ ચેકઅપ કરાયું હતું અને 28 જેટલા પ્રભુજીઓનું એક્સ-રે વાન દ્વારા ટી.બી. અંગેની તપાસ કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, ડારી ટોલનાકા ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમના 83 જેટલા વસવાટ કરતા પ્રભુજીઓનું એક્સ-રે વેન દ્વારા ટીબી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , આદ્રી મેડિકલ ઓફિસર ડો.નિધિ સોલંકી અને ડો.સન્ની ભારાવાલા દ્વારા ટીબી તથા એન.સી.ડી સ્ક્રિનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આશ્રમના 83 જેટલા પ્રભુજીનું જનરલ હેલ્થ ચેકઅપ અને 28 જેટલા શંકાસ્પદ ટીબી માટે એક્સ-રે કરવામાં આવ્યા હતાં. આ કેમ્પ દરમિયાન દવાની કીટ પ્રોવાઇડ કરવામાં આવી હતી.
અહેવાલ : અતુલ કૉટૅચા