સામાન્ય રીતે સ્કૂલ અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ પાસે તમાકું, પાન મસાલાની લારીઓ અને ગલ્લાઓ ખુલ્લે આમ ચાલી રહ્યા છે. આવી લારી ગલ્લાવાળાઓ સરકારના નિયમોનું ખુલ્લે આમ ભંગ કરે છે. જોકે, સુરત મહાનગરપાલિકાએ આજે સુરતના તમામ ઝોનમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની 100 વારની ત્રિજ્યામાં આવતા લારી ગલ્લા ઉપર રેડ પાડી હતી અને નિયમનો ભંગ કરનાર લોકો પાસેથી દંડ વસુલ્યો હતો.
તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 મુજબ શૈક્ષણિક સંસ્થાઓની ફરતે 100 વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકું પ્રોડક્ટસ વેચાણ પ્રતિબંધિત હોવાથી જે અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જે સંદર્ભે તમામ ઝોનમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની ફરતે 100 વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ વેચાણ કરતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ ઝોન મળીને કુલ 34000 રૂપિયાનો દંડ વસુલ્યો હતો.