વડિયા તાલુકાના મોટા ઉજળા ગામે છગન રાજાભાઈ ગજેરા જાતે પટેલ હોદ્દો ઉપસરપંચ પોતે પોતાના ભાડાના મકાનમાં માવામાંથી બનાવેલ મીઠાઈ શીખડ મઠ્ઠો પેંડા મલાઈ લચકો સહિતની સામગ્રી બનાવતો જે તંત્રે ઝડપી પાડેલ જેમાં ૩૭૦ કિ. માવો અખાદ્યય હોવાના કારણે તંત્રએ મોટા ઉજળા ગામની બારોબાર જેસીબી દ્વારા ખાડો કરી નાશ કરેલ બાકીની ૧૩૦ કિ. શીખડ પેંડા મલાઈ લચકો લાટો એ વસ્તુ છગન ના મકાનમાં ફ્રીજની અંદર સિલ પેક કરી રાખી દેવામાં આવેલ આ અંગે ફ્રુટ એન્ડ ડ્રગ વિભાગના સેપ્ટિ અધિકારી એસ.પી.સોલંકી એ જણાવેલ કે આ નમૂના અમો ફોરેન્સિક લેબમાં મોકલશું બાદમા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરસુ જેમાં વડિયા મામલતદાર ચુડાસમા અને પી.એસ.આઈ.આર.યુ.ધામા અને તેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ને કાર્યવાહી હાથ ઘરેલ જે મીઠાઈ શીખડ મઠ્ઠો પેંડા મલાઈ લચકો સહિતની સામગ્રીને નાશ કરેલ
સૂત્રોના જણાવ્યા મુજબ આ છગનભાઇ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે સારો એવો સબંધ ધરાવે છે અને પોતે ઉજળા ગામના ઉપસરપંચ પણ છે લોકોના જણાવ્યા મુજબ લોકોને હાશ હાડલા કરાવીને લોકોને બે હાથ જોડાવે છે અને કોંગ્રેસી કાર્ય કરતા છે માટે હુકમનો એક્કો પોતેજ સમજે છે તેવું લોકો કહી રહયા છે અને લોકોના જણાવ્યા મુજબ જે જગ્યા પર તંત્રે દરોડા પાડયા તે જગ્યા પર પ્રથમ દ્રષ્ટિએ કોંગ્રેસની કાર્યાલય હોઈ તેવો ઘાટ સર્જાયેલો જોવા મળી રહ્યો છે મોટા મોટા બેનરો થી, લોકોના જણાવ્યા મુજબ આ કાર્યાલયે ગુજરાતના વિરોધપક્ષના નેતા અવારનવાર મો મીઠા કરી ચુક્યા છે અહીં પ્રશ્ન એ બને છે કે આ જગ્યા પર થી લોકોના પેટમાં ઝહેર રેડાઈ રહ્યું હોઈ તે વિરોધપક્ષના નેતાને કેમ જાણ નથી કે પછી આખોઆડા કાન કરી રહયા છે કોંગ્રેસી કાર્યકર્તા ના લીધે તેવો વેધક સવાલ લોકોના મનમાં જાગી ઉઠ્યો છે તેમજ છગનભાઇ છેલ્લા ઘણાઈ સમય થી માવાની મીઠાઈ બનાવી બગસરા ની એક ડેરીમાં આપે છે આજુબાજુના ગામડાઓ અને લોકોના લગ્ન પ્રસંગે બીજા કોઈ પણ ઓર્ડર ઉપર મીઠાઈ તેમજ શીખડ સસ્તા ભાવે આપતો હતો જે લોકોમાંથી જાણવા મળેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com