ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ અને હત્યા થતી હોવાની ફરિયાદના આધારે તપાસ
જિલ્લા આરોગ્ય અધિકારી ની ટીમની તપાસ સમયે બબાલ થતા પોલીસ રક્ષણ લઈને કરવામાં આવી કાર્યવાહી
કેશોદ ની એક ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ભ્રુણ પરીક્ષણ અને હત્યા થતી હોવાની ફરિયાદના આધારે પોલીસ અને મામલતદારને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવતા તબીબી વર્તુળમાં ફફડાટ મચ્યો છે કેશોદના ડો આર એમ પટેલની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં તાલુકા આરોગ્ય અધિકારી એ જિલ્લાની વડી કચેરીના આદેશ અનુસાર મામલતદાર અને પોલીસ કાફલાને સાથે રાખી બંધ હોસ્પિટલમાં તાળાં ખોલી તપાસ કરતા સોનોગ્રાફી મશીન મળી આવ્યું ન હતું.
ડો એમ બી ડોબરીયા ( તાલુકા આરોગ્ય અધિકારી કેશોદ) 2 ડો આર એમ પટેલની હોસ્પિટલમાં ખાનગી રીતે સોનોગ્રાફી મશીન રાખી ભ્રુણ પરીક્ષણ અને તેની હત્યા થતી હોવાની ફરિયાદ મળતા જિલ્લા કક્ષાની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી હતી સુત્રોનું કહેવું છે કે આ સમયે જીલા કક્ષાની તપાસ ટિમ સાથે હાથાપાઈ કરવામાં આવતા તપાસ કરનાર અધિકારી નીકળી ગયા હતા અને તાલુકા આરોગ્ય અધિકારી ને તપાસનો હુકમ કરતા પોલીસ અને મામલતદાર ને. સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ડો આર એમ પટેલ હોસ્પિટલમાં આવ્યા ન હતા આથી તાળાં તોડી તપાસ કરતા સોનોગ્રાફી મશીન મળી આવ્યું ન હતું જોકે આ મામલે થયેલી કાર્યવાહી આવનારા સમયમાં અનેક રહસ્યો ખોલે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે