જીતેગા ગોંડલ હારેગ કોરોના અભિયાન અંતર્ગત ગોંડલ શહેરના તમામ શાકભાજીના ફેરી કરતા વેપારી, ચાની હોટલ તેમજ તમામ પ્રકારની ફેરી કરતા વેપારીને આજ થી વોર્ડ વાઇઝ હેલ્થ ચેક અપ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. એન્ટીજન કાર્ડ ટેસ્ટથી કોરોના પોઝિટિવ નેગેટિવના પણ તાત્કાલીક ખ્યાલ આવે આ સાથે નગરપાલિકા દ્વારા વેપારી ને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે એક અઠવાડિયામાં દરેક વોર્ડ વાઇઝ આ કાર્ય શરૂ રહેશે સ્થળ માટે દરેક વિસ્તારને રીક્ષા રેડીયોથી જાહેરાત કરવામાં આવશે.આ તકે પાલિકાના કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા તથા શાસક પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને અગ્રણી મનુભાઇ કોટડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.
ગોંડલમાં શ્રમિકોનું હેલ્થ ચેક અપ શરૂ
Previous Articleચોમાસાની મોસમ છે, વરસાદ એની મરજી મુજબ વરસ્યા કરે છે અને વાતાવરણને લીલુંછમ બનાવ્યા કરે છે… વૃક્ષો એની રંગતમાં સૂર પૂરાવે છે
Next Article દામનગર પોલીસની મુખ્ય બજારોમાં ફલેગ માર્ચ