૨૭મીથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ: ૧,૧૧,૧૪૬ સરકારી-ખાનગી શાળાઓ તથા સંસ્થાઓને આવરી લેવાશે

રાજયના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા બાળકોના આરોગ્યની ચિંતા કરીને પ્રતિ વર્ષ રાજયભરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ તા.૨૭મી નવેમ્બર ૨૦૧૮થી ૧લી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ૪૫ દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં રાજયભરના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા શાળાએ જતા અને શાળા એ નહીં જતા ૧.૫૯ કરોડથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટીની બેઠકને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ કાર્યક્રમ શરૂ કરાયો છે અને રાજય સરકાર સામે ચાલીને શાળામાં જઈને બાળકોના આરોગ્યની તપાસ કરે છે.nitin જેમાં પ્રાથમિક સારવાર બાદ સ્પેશ્યાલીટી સારવાર પણ વિનામૂલ્યે પુરી પડાશે તથા ઓપરેશન સહિતનો તમામ ખર્ચ પણ ભારત સરકારના સહયોગથી રાજય સરકાર ઉપાડશે. આ કાર્યક્રમનો રાજયવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો, જિલ્લા મથકોએથી કરાવશે. આ કાર્યક્રમ હેઠળ આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, કસ્તુરબા શાળા, અનાથ આશ્રમ, વિકલાંગ અંધજન, બહેરા-મુંગા, ચિલ્ડ્રન હોમ, મદ્રેસા, કેન્દ્રિય વિદ્યાલય સહિતની કુલ ૧,૧૧,૧૪૬ સંસ્થાઓમાં આરોગ્ય તપાસણી કરાશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ હેઠળ ગત વર્ષે ૧,૫૫,૧૪,૮૯૯ બાળકોના આરોગ્યની તપાસ કરીને ૯૯ ટકા સિદ્ધિ હાંસલ કરાઈ હતી.

જેમાં ૧૯,૬૧,૮૯૦ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા ૧,૮૪,૧૪૮ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. ૯૯,૨૧૦ બાળકોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ૨૨,૯૩૨ બાળકોને હૃદયરોગ, ૩૫૦૮ બાળકોને કિડની રોગ, ૧૮૪૩ બાળકોને કેન્સર રોગ, ૬૨૬ કલેપ લીપ/ પેલેટ, ૫૩૦ કલબ ફુટની સારવાર અપાઈ હતી. જયારે ૨૫ બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, ૫૦૧ કોકલીયર ઈમ્પલાન્ટ તથા ૨૮ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે રાજય સરકાર દ્વારા પુરી પડાઈ હતી.741834 chudasamabhupendrasinh 032718શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, સેવા સેતુ જેવા અનેકવિધ પ્રજાલક્ષી લોક કલ્યાણ કાર્યક્રમો યોજાયા છે પરંતુ નાના બાળકો-ભુલકાઓના આરોગ્યની તપાસ માટેનો આ કાર્યક્રમ સરકારી સેવાઓમાં આત્મસંતોષ માટેનો સફળ કાર્યક્રમ બની રહ્યો છે.

તેમણે આ ૪૫ દિવસ દરમિયાન જે બાળકો રહી જાય તેને પણ પછીથી આવરી લેવાય તે માટે સુચન કર્યું હતું. શાળા આરોગ્ય કાર્યક્રમ એ માત્ર કોઈ વિભાગનો કાર્યક્રમ નહીં પણ સમગ્ર રાજય સરકારનો કાર્યક્રમ બની રહે તે માટે તમામ વિભાગોએ ખભે-ખભા મિલાવીને આ સેવા યજ્ઞમાં કામ કરવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. ગામડાના ગરીબ પરીવારમાં દીકરો કે દીકરીને પૈસાના અભાવે સારવાર ન મળતી હોય તો તેવા કિસ્સામાં યોગ્ય સારવાર મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે આપણે સૌએ સક્રિય યોગદાન આપવું પડશે.

આરોગ્ય સચિવ અને કમિશનર શ્રીમતી જયંતિ રવિએ રાજયમાં યોજાનાર શાળા આરોગ્ય કાર્યક્રમની ‚પરેખા આપતા કહ્યું કે, તા.૨૭મી નવેમ્બરથી શુભારંભ થતા રાજયવ્યાપી આ કાર્યક્રમમાં સરકારી તથા ખાનગી શાળાના ૧,૫૯,૨૯,૪૦૦ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે.

જેમાં ૧૭૦૦ મેડિકલ ઓફિસર, ૧૩૦૦ આયુષ ડોકટર, ૧૨,૮૨૪ ફિમેલ હેલ્થ વર્કર, ૧૦,૧૪૧ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૨૨૫૫ સ્ટાફ નર્સ, ૧૬૨૯ આરબીએસ ડોકટર, ૧૧૫ આરબીએસ ફાર્માસીસ્ટ, ૩૫૪ આરબીએસ ફિમેલ હેલ્થ વર્કર, ૭૨,૨૧૩ આંગણવાડી કાર્યકર બહેનો, ૨૩૮૮ મુખ્ય સેવિકા બહેનો, ૫૫,૩૪૬ આશા બહેનો તથા ૨૨,૫૧,૪૪ પ્રાથમિક શિક્ષકો સેવા આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.