મેયર બીનાબેન આચાર્યના હસ્તે મીડિયા કર્મીઓને સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ

સમગ્ર દુનિયામાં કોરોના સામે લડત કરી રહયા છીએ ત્યારે પળે પળની જાણકારી આપતા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા માટે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, ભાજપના સૌરાષ્ટ્ર કચ્છ મીડિયા સેલના ક્ધવીનર રાજુભાઈ ધ્રુવ, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ ઉપસ્થિત રહયા હતા, તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાંથી બહોળી સંખ્યામાં પ્રતિનિધિ  મિત્રો પોતાનું આરોગ્ય તપાસ કરાવવા ઉપસ્થિત રહયા હતા. આ આયોજનમાં મીડિયામાંથી કુલ ૧૪૫ પ્રતિનિધિઓએ પોતાના સ્વાસ્થ્યનું નિદાન કરાવ્યું હતું.

IMG 0955

મુખ્યમંત્રીએ મીડિયા કર્મીઓને પાઠવ્યો શુભેચ્છા સંદેશ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાને અટકાવવા સરકારી અને ખાનગી ક્ષેત્રના ડોક્ટર્સ, પોલીસના કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ, અને સરકારના અન્ય વિભાગના લોકો સતત ફરજ રત છે. આ તમામ લોકોની સાથે જ મીડિયાના કર્મચારીઓ પણ સતત દોડી રહ્યા છે. સરકાર દ્વારા થતી કામગીરીની માહિતી પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પોઝિટિવ ન્યૂઝ સ્ટોરી દ્વારા તંત્રને પ્રોત્સાહિત કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે મને આ સૌ કોઇ મિત્રો માટે ગૌરવ છે.

કેન્દ્ર સરકારે આ સ્થિતિમાં ફરજ પર રહેલા ડોક્ટર્સ માટે વીમા કવચની જાહેરાત કરી છે અને રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે આવું જ પેકેજ જાહેર કર્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ મીડિયા માટે પહેલ કરીને મીડિયાના કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય નિદાન કેમ્પનું આયોજન કર્યું છે એને હું બિરદાવું છું. રાષ્ટ્રીય ચેનલ, અખબારના પ્રતિનિધીઓ, સ્થાનિક કક્ષાએથી પ્રકાશિત થતા અખબારના પત્રકારો, વિવિધ ચેનલ અને વેબસાઇટના પ્રતિનિધી તેમજ કેમેરામેન, મેગેઝિનના પત્રકારો આ સૌ કોઇએ આ રાષ્ટ્રીય આપત્તિમાં કાર્યરત રહીને નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.