રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીના માર્ગદર્શન હેઠળ આજે સવારે આરોગ્યશાખા અને ફૂડ શાખા દ્વારા કેનાલ રોડને લાગુ કેવડાવાડી વિસ્તારમાં આવેલ બાલાજી નમકીન પ્રોડકશન યુનિટમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. દરોડા દરમિયાન પ્રોડકશન યુનિટમાં સંગ્રહ કરાયેલો મિઠાઈ અને ફરસાણનો જથ્થો વાસી તેમજ અખાધ્ય હોવાનું તપાસનિષ અધિકારીઓને માલૂમ પડ્યું હતું. તેમજ મિઠાઈમાં જીવજંતુ, વંદા અને ઉંદર પણ જોવા મળ્યા હતા. ત્યારે આરોગ્ય શાખાના આધિકારી દ્વારા તાત્કાલિક આ યુનિટને  સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે 170 કિલો મિઠાઈનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમજ મિઠાઈના નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.