બેક હાઉસ, શારદા બેક હાઉસ, હિંદ બેકરી,ગુજરાત બેકરી, જે.પી.બેકરી અને જલારામ બેકરીમાંચેકિંગ: એકસ્પાયર થયેલો જથ્થો મળી આવ્યો
નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો હોય મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની સુચના અન્વયે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં બેકરી ઉત્પાદક કેન્દ્રો પર ચકાસણી હાથ ધરવામાં આવી રહીછે. આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૬ બેકરીઓમાંચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૨૩૮ કિલો અખાદ્ય બ્રેડ, કેક,પાઉ અને પેસ્ટ્રીના જથ્થાનો નાશ કરાયો હતો.
આ અંગ વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે,આજે આરોગ્ય શાખા દ્વારા કોટેચા ચોક પાસે બેક હાઉસ, હનુમાનમઢી ચોકમાં શારદા બેકરી, બજરંગવાડીમાં હિંદ બેકરી, જામનગર રોડ પર સંજયનગરમાં ગુજરાત બેકરી, બજરંગવાડીમાંજે.પી.બેકરી અને જંકશન પ્લોટમાં જલારામબેકરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
ચેકિંગ દરમિયાન વાસી કેક બેઈઝ,એકસપાયરી ડેઈટ પેક કુકીઝ, ચોકલેટ કમ્પાઉન્ડ,ચોકલેટ બોલ, જેમ્સ, ટોસ,ખારી, સણના કોથળામાં રાખેલી એકસપાયરી બ્રેડ અનેચોકલેટનો જથ્થો ખુલ્લામાં રાખવામાં આવેલા પાઉ, તારીખ વિતી ગયાબાદ વેચાણ કરવામાં આવતી બ્રેડ સહિતનો આશરે ૨૩૮ કિલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.ચેકિંગ દરમિયાન હાઈજેનીક કંડીશન, સ્ટોરેજરૂરો-મટીરીયલ્સ, સ્વચ્છતા,ફુડ લાયસન્સ વગેરેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.