ફૂડ વિભાગ દ્વારા ડેરી ફાર્મ, ફરસાણ, જનતા તાવડામાં ચેકીંગ, મીઠાઇ અને ફરસાણના નમૂના લેવાયાં
રાજકોટ ન્યુઝ
દશેરાના તહેવારમાં મીઠાઇ અને ફરસાણનો વેંચાણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે. આવામાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ભેળસેળયુક્ત કે વાસી ખાદ્ય સામગ્રી ગ્રાહકોને ધાબડી દેતાં હોય છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 45 સ્થળોએ ફરસાણ અને મીઠાઇના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આજે ચેકીંગ દરમિયાન કેનાલ રોડ પર શ્રધ્ધા ડેરી ફાર્મ એન્ડ નમકીનમાંથી લૂઝ ઘારી મીઠાઇ, મહાદેવ વાડીમાં જય સિયારામ ડેરી ફાર્મમાંથી કાજુ કતરી, ગુરૂપ્રસાદ ચોકમાં જય સીતારામ ડેરી ફાર્મમાંથી રસ મલાઇ, પંચવટી મેઇન રોડ પર શ્યામ ડેરી ફાર્મમાંથી બટરસ્કોચ બરફી, કોટેચાનગર મેઇન રોડ પર સીયારામ સ્વીટ્સમાંથી કેશર ગુલકંદ બરફી, દેવપરા શાકમાર્કેટમાં રઘુવીર પ્રોવિઝન સ્ટોર્સમાંથી ગ્રીન એવર ગાયનું ઘી, દિલીપ ડેરી ફાર્મમાંથી શુદ્વ ઘી, કોઠારીયા રોડ પર અશોક વિજય ડેરી ફાર્મમાંથી ગુલાબ કતરી, ઘનશ્યામ પેંડાવાળા ત્યાંથી માવાના પેંડાના નમૂના લેવાયા હતા.
આ ઉપરાંત કોઠારીયા ગામમાં અનમોલ ફરસાણમાંથી મીઠા સાટા અને જલેબી, કોઠારીયા રોડ પર આઇ મોગલ ડેરી ફાર્મમાંથી મગજની બરફી, જલારામ ફરસાણમાંથી જલેબી, શ્રી ગણેશ ડેરી ફાર્મમાંથી પાપડી ગાંઠીયા અને મીઠા સાટા, રઘુવીર જનતા તાવડામાંથી મીઠા સાટા, સંતોષ ફરસાણમાંથી મેસૂબ ટોપરા, ટીકડી સાટા, અમિન માર્ગ પર શ્રી મહેશ વિજય ડેરી ફાર્મમાંથી કિવી મારવેલ, યુનિવર્સિટી રોડ પર મેગ્નેસનમાંથી લૂઝ મોહનથાળ અને મોગલ મોગુ મીઠાઇ, પટેલ સ્વીટ્સ એન્ડ ડેરીમાંથી પાઇનેપલ બાટી અને કાજુ જામફળ મીઠાઇ, ઇન્દીરા સર્કલ પાસે જય ભારત ડેરી ફાર્મમાંથી કેશર પીસ્તા બરફી, ઘારી મીઠાઇ, મંગલા રોડ પર વિશાલ ડેરીમાંથી મથૂરા પેંડા, ટાગોર રોડ પર રાજ મંદિર ફરસાણમાંથી તીખા ગાંઠીયા અને જલેબી, નાના મવા રોડ પર શ્રી રામ ફરસાણમાંથી ફૂલવડી અને પાપડી ગાંઠીયા, જલીયાણ ફરસાણમાંથી બેસનનો મેસુબ, મેથી ગાંઠીયા, ચંદ્રેશનગર પાસે યોગી ફરસાણમાંથી મીઠી ગુંદી અને ગુલાબ પુરી, જલારામ જાંબુમાંથી ગુલાબ જાંબુ, હરભોલે ફરસાણમાંથી જબેલી, યશ સ્વીટસમાંથી તીખી પાપડી ગાંઠીયા અને મીઠા સાટાના નમૂના લેવાયાં હતાં.
જ્યારે સત્યસાંઇ રોડ કોર્નર પર રાઘવેન્દ્ર સ્વીટ્સમાંથી પીસ્તા રોલ અને આર.જે. રોસ્ટેડ ચીઝ બોલ, કોટેચાનગર મેઇન રોડ પર બજરંગ ફરસાણમાંથી ફાફડા ગાંઠીયા, સદરમાં પંચનાથ નમકીનમાંથી શુદ્વ ઘીની જલેબી અને લૂઝ ફાફડા ગાંઠીયા, કેનાલ રોડ પર જોકર ફરસાણમાંથી ફાફડા ગાંઠીયા અને જલેબીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મવડી મેઇન રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સેલવાસ મદ્રાસ કાફે, સુરતી મૈસુર કાફે, જયશ્રી ચામુંડા દાળ-પકવાન, આશાપુરા દાળ-પકવાન અને ભગવતી હોટેલને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.