ડેગ્યુ, મેલેરીયા, ચિકન ગુનિયા નિયંત્રણનો ‘ટ્રીપલ ટેન’ નું અપનાવાયું સૂત્ર
રાજકોટ મ.ન.પા. આરોગ્ય તંત્ર દ્વારા ડેગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગો નિયંત્રણ કરવા પ્રયાસો થઇ રહ્યા છે. મચ્છરજન્ય રોગ માનવ આરોગ્યને સીધી અસર કરે છે. ડેગ્યુ, મેલેરીયા, ચીકનગુનીયા ના કેસ ગત અઠવાડીયે ચીકન ગુનીયાનો એક કેસ નોંધાયો. રોગચાળાની મોસમમાં શરદી ઉઘરસ 211, તાવ 69, ઝાડા ઉલ્ટી 111 કેસ નોંધાતા તંત્રને સાબદે કરવામાં આવેલ છે.
એક મચ્છરની શી વિસાત
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.6/06 થી તા.12/06/2022 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 19,622 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 130 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ ભવાનીનગર, રામનાથ મહાદેવ મંદિરની આસપાસ, રામનાથપરા, ભવનાથ પ્લોટ, નારાયણનગર, નારાયણનગર ઝુપડપટી, ઢેબર કોલોની, શ્રી નાથજી પાર્ક (રેલનગર), ગંગોત્રી પાર્ક, ઘ્વારાકેશ રેસીડેન્સી (રેલનગર), રામેશ્વર સોસા. (રેલનગર), લોર્ડ ક્રિષ્ણા સોસા. (રેલનગર), પ્રહલાદ પ્લોટ 8/17, ઘાંચીવાડ શેરી નં. 1, 5, વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 763 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 538 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.
ડેન્યુે, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 X 10 X 10 નું સુત્ર અપનાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુઘી પહોંચાડવી. આમ, માત્ર 10 મિનીટ આપને તેમજ આપના પરિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.