શા.શિ. વિષયની સાથે સીબીએસઈના તમામ ધોરણના વિદ્યાર્થીઓને રમતનું જ્ઞાન આપવા સ્પોર્ટસ લેકચર પણ ફરજિયાત પણે લેવાશે
વિદ્યાર્થીઓની માનસીક સ્થિતિ વધુ એકાગ્ર અને મજબુત બનવાની સાથે વિદ્યાર્થીઓનું શારીરીક સમતોલન જળવાઈ રહે અને સ્વચ્છ સ્થ્ય રહે તે હેતુસર હવે, સબીએસઈ શાળાઓમાં ધો. ૯ થી ૧૨ સુધી સ્વાસ્થ્ય અને શારીરીક શિક્ષણ ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયો છે. સ્વાસ્થ્ય અને શારીરીક શિક્ષણ વિષયનો ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પણ સમાવેશ કરાયો છે. જેના વિદ્યાર્થીઓને લાયકાત મુજબ ગ્રેડ અપાશે.
બોર્ડના નવા નિયમો મુજબ, શા.શિ.ની સાથે દરરોજ તમામ ધોરણના વિદ્યાર્થીઓને રમત માટેનું જ્ઞાન અપાશે આ માટે શિક્ષકો સ્પોર્ટ પ્રીયર્ડ લેશે જે દરમિયાન વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર જઈ રમત અને કોઈપણ ફીઝીકલ એકટીવીટીઓ કરી શકશે આ માટે પણ વિદ્યાર્થીઓને ગ્રેડ અપાશે.
સીબીએસઈના એક વરીષ્ઠ અધિકારીએ આ વિશે માહિતી આપતા કહ્યું કે શાળાના બાળકોમાં કુપોષણ, સ્થુળતાનો રેશીયો ઘટાડવા અને તેમના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે આ પ્રકારે નિર્ણયો લેવાયા છે. આ નવા નિયમો માટે બોર્ડ દ્વારા ૧૫૦ પેઝનું એક લીસ્ટ તૈયાર કરાયું છે. જેમાં રમત અને શા.શી.ને લઈ વિગતવાર માહિતી રજૂ કરાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com