જેમાં યોગા પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, એરોબીક ડાન્સ, બિડુ ડાન્સ,
શિવ તાંડવ, કરાઓકે સહિતના કાર્યક્રમો યોજાશે
રાજકોટમાં નારી વિકાસ સમિતિ દ્વારા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે ઝુંપડપટ્ટીના બાળકોને એજયુકેશન આપવું, ગૌ શાળામાં ગાયોને ઘાસચારો ખવડાવવો તેમજ મહિલાઓ લક્ષી પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે શનિવારે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે નિ:શુલ્ક હેલ્થ અને મ્યુઝીકલ પ્રોગ્રામનું ડો. ઉન્નતિ ચાવડા તથા નારી વિકાસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગા, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, એરોબીક ડાન્સ, બિડુ ડાન્સ, સેમી કલાસીસ ડાન્સ, શિવતાંડવ, સોલો ડાન્સ અને કરાઓકે ગીત સંગીત સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઇ જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહી. કાર્યક્રમમાં નિ:શુલ્ક પ્રવેશ મેળવી શકાશે. અને આનંદ માણી શકાશે. ત્યારે વધુ વિગત આપવા ડો. ઉન્નતીબેન ચાવડા, જયોતિબેન શાહ, અલ્કાબેન, પીન્કી પટેલ, શિતલ શાહ, ઉલ્હાસ ઝાલા, બિંદુબેન જોશી, લક્ષ્મીબેન ભટ્ટી, સીમાબેન બારાઇ, ભારતીબેન નથવાણી, જયશ્રી ગોસ્વામીએ ‘અબતક’ ની મુલાકાત લીધી હતી. ત્યારે
‘અબતક’ ની મુલાકાતે આવેલ ડો. ઉન્નતિ ચાવડાએ જણાવ્યું હતું કે મહિલાઓ આખા ઘરની જવાબદારી લેતી હશે. બધાનું ઘ્યાન રાખતી હશે પરંતુ તે પોતાના માટેના સ્વાસ્થ્ય માટે સમય કાઢતી જ નથી. તેથી અમે ઘણા સમયથી કલ્પના ચાવલા ગાર્ડન ખાતે દરરોજ સાંજે પ થી 6 દરમિયાન કસરત, યોગા નિ:શુલ્ક કરાવીએ છીએ.
મહિલાઓ પોતાના માટે આગળ આવે પોતાને ગમતું કરે તે માટે અમે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. ત્યારે આગામી શનિવારે રાજકોટના અરવિંદ મણિયાર હોલ ખાતે વુમન્સ ટેલેન્ટ એન્ડ પરફોમન્સ દ્વારા હેલ્થ અને મ્યુઝીકનો અનેરો પ્રોગ્રામ જેમાં પ્રથમ ગણેશ વંદના આલાભાઇ ઝુંપડપટ્ટીના બાળકો દ્વારા કરવામાં આવશે. પછી સ્પેશ્યલ ચાઇલ્ડ વિશાલ રાજયગુરુ દ્વારા શિવ તાંડવ પ્રસ્તુત કરવામાં આવશે.
ત્યારબાદ એક હેલ્થ અને એક કરાઓકે તેમ ક્રમ અનુસાર યોગા, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, એરોબીક ડાન્સ, બિડુ ડાન્સ જે અમારા નિષ્ણાંત ડાન્સ ટીચરો દ્વારા શિખડાવવામાં આવ્યો તે પ્રસ્તુત કરાશે. ત્યારબાદ સોલો ડાન્સ તથા કરાઓકે ગીત સંગીત યોજાશે. અમે પહેલી વખત 6-3-2019 ના રોજ સ્ટેજ પ્રોગ્રામ કર્યો હતો. જેમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઇ હતી. બહોળી સંખ્યામાં મહિલાઓ ઉ5સ્થિત રહી હતી. અને મોજ માણી હતી. આ વખતે પણ બહોળી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેશે તેવો પુરેપુરો વિશ્ર્વાસ છે.