રાજકોટ શહેર તેમજ બહારગામથી આવતા દર્દીઓ માટે હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટી કાર્યરત છે. તેવું આજરોજ અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું. તેમણે હોસ્પિટલ કમિટીની વિવિધ કાર્યવાહીને વિસ્તારપૂર્વક વર્ણવી હતી. હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી દ્વારા થતી સેવાકિય પ્રવૃતિનો ચિતાર તેમણે આપ્યો હતો.
આ કમીટી દર્દીઓની મુશ્કેલી નિવારવા સરકારી તેમજ હોસ્પિટલના કામકાજ અર્થે સેવા કરી રહી છે.આજરોજ આ આવના દર્દીઓની કમીટીના મેમ્બરોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાં દર્દીઓને પડતી અસગવડતાઓ જાણી હતી એટલું જ નહિ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ ડોકટરોની પણ મુલાકાત લીધી હતી હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટિ બહારગામ તેમજ શહેરના દર્દીઓ માટે કાર્યરત છે.
દર્દીઓને હોસ્પિટલ, મેડિકલની વિવિધ સુવિધાઓ અપાવવા સમિતિના પ્રમુખ કાળુભાઈ ચુડાસમા, મહામંત્રી ધનશ્યામભાઈ, વોર્ડનં.૧૩ ના મગામંત્રી મનોજભાઈ રાઠોડ, વોર્ડ નં.૧૨ના મહિલા પ્રમુખ રાણીબેન મેર તેમજ સુરેશભાઈ પરમાર, રંજનબેન સહિતના કાર્યરત છે તેવું અબતકની મુલાકાત દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું.