જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, એસ.પી.બલરામ મીણા અને પ્રાંત અધિકારી ડો. ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ: સરકારી યોજનાઓ અંગે માહિતી અપાઈ
પડધરી તાલુકાના મોવૈયા ગામ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્મિત વાઉ દ્વારા સરકારી સેવાઓની માહિતી ગ્રામજનોને પૂરી પાડવામાં આવી.વાઉ સેવા અંતર્ગત ગામ લોકોની આરોગ્ય તપાસ માટે હેલ્થ કેમ્પ સ્થળ ઉપર જ બ્લડ પ્રેશર બ્લડ સુગર લોહીની તપાસ જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ લોકોને સ્વચ્છતા ની માહિતી પૂરી પાડવામાં આવી.
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કિસાનોને કઈ રીતે લાભ મળે તે માટેની યોગ્ય માહિતી અધિકારીઓ દ્વારા પુરી પાડવામાં આવી. જેથી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજના નો લાભ મેળવી શકે
આ કાર્યક્રમ નિમિત્તે રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા સાહેબ , જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા સાહેબ, ઓમ પ્રકાશ , રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા સાહેબ, ડેપ્યુટી DDOમકવાણા , પડધરી તાલુકા મામલતદાર પ્રકાશ ગોઠી સાહેબ, પડધરી તાલુકા PSIજયેશ વાઢીયા , પડધરી તાલુકા વિકાસ અધિકારી નૈમિષ ગણાત્રા સાહેબ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ તળપદા , મોવૈયા ગ્રામ પંચાયત સરપંચ રેખાબેન નિલેશભાઈ તળપદા , ઉપસરપંચ રીટાબેન સુરેશભાઈ ખૂંટ, મોવૈયા ગામ તલાટી કમ મંત્રી હંસાબેન રામાણી તેમજ મામલતદાર અને તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પડધરી પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને અન્ય હોદ્દેદાર કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.
મહિલા કોલેજ ખામટાની વિદ્યાર્થીનીઓ દ્વારા નાટક રજુ કરી લોકોને મતદાન વિશે જાગૃત કર્યા હતા. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગ્રામ લોકોને સવાલો પૂછી કોઈપણ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવા પણ ગ્રામ લોકો સાથે પર્સનલ ચર્ચા કરી હતી. ગ્રામલોકોએ વાઉ બસમાં હેલ્થ ચેકઅપ તથા અન્ય સુવિધાઓ નો ઉપયોગ કરી સરકાર શ્રી નો તથા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો.