ધોરણ-૧૦ પાસ વિધ્યાર્થીઓ તમામ કોર્ષમાં પ્રવેશ મેળવી શકશે
શહેરની ક્રાઈસ્ટ હોસ્પિટલ એક નવી ઉપલબ્ધી તેમજ નવી સિદ્ધિ હાસીલ કરી રહી છે. ગઈકાલી ક્રાઈસ્ટ હોસ્પિટલનો નવા સોપાન તરીકે ક્રાઈસ્ટ હેલ્થ એકેડેમી, બેડી ખાતે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ શુભારંભ કરાયો છે. આ હેલ્થ એકેડેમીમાં હેલ્કેરને લગતા મહત્વના કોર્ષ શિખવાડવામાં આવશે.
આ બધા કોર્ષ ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા (બીએસએસ) દ્વારા મંજૂર કરેલ છે.
આ એકેડેમીમાં એડવાન્સ ડિપ્લોમાં ઈન ક્રિટીકલ કેર નર્સીંગ, એકસ-રે ટેકનિશ્યન, મેડિકલ લેબોરેટરી, ટેકનિશ્યન જેવા કોર્ષ શરૂ કરેલ છે. આ બધામાં કોર્ષ ધોરણ ૧૦ પાસ પછી એડમીશન મળવા પાત્ર રહેશે અને આ કોર્ષ એક એક વર્ષના હોય છે. તા આ કોર્ષની ટ્રેનિંગ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં આપવામાં આવશે. આજરોજ ફા.જોમોન થોમ્માના ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે ફા-નિધિસ તથા સ્ટાફ અને સ્ટુડન્ટ હાજરી આપી હતી. ફા.જોમોન થોમ્માના ક્રાઈસ્ટ હોસ્પિટલ, ક્રાઈસ્ટ સ્કૂલ ઓફ નર્સીગ, ક્રાઈસ્ટ હેલ્થ એકેડેમીના ડાયરેકટરે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અન્ય બીજા પેરામેડિકલ કોર્ષ શરૂ કરવા આવશે અને વિધ્યાર્થીઓને થીયરી તેમજ પ્રેકટીકલનું પુરેપુરું જ્ઞાન આપવામાં આવશે.