શરીરના ‘કેમીકલલોચા’નો અણસાર પ્રથમ માથાના દુ:ખાવાથી મળે છે શરીરની કોઇપણ ખામીની ઘંટડી એટલે માથુ દુ:ખવું
‘અબતક’ લોકપ્રિય આયુર્વેદ આજે નહીં તો કયારેમાં રાજકોટ વૈદસભાના ડો. કેતન ભિમાણી અને ડો. પુલકિત બક્ષી દ્વારા માથાના દુ:ખાવા થવાના કારાણો અને તેમના ઉપાયો તેના વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજુ કર્યો છે. આવો માહીતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
પ્રશ્ન:- માથુ દુ:ખવું એ સમસ્યાને લોકો શા માટે ગંભીર નથી ગણતા
જવાબ:- માથુ દુ:ખવાનો એ ગંભીરતાથી લેવો કારણે વારંવાર માથાનો દુ:ખાવા મોટું તકલીફ ઉભી કરી શકે છે.
પ્રશ્ન:- માથુ દુખે ત્યારે બાયોલોજીકલ કેવા ફેરફાર થાય છે.
જવાબ:- કોઇ પ્રતિકુળ વાતાવરણ કે વસ્તુના સંપર્કમાં આવવાથી કોઇ પસંદ નથી તેના સંપર્કમાં આવવાથી માથાનો દુ:ખાવો થાય છે. જયારે મગજમાં બરાબર વાતાવરણ કે પસંદ નથી આવે એટલે માથાનો દુ:ખાવો થાય છે.
પ્રશ્ન:- માથુ દુ:ખાવાના કયા કારણો હોય શકે.
જવાબ:- અત્યારેના સમય મોબાઇલ, ટી.વી. જેવા ડિઝિટલ ઉપકરણોનો ઉપયોગ વઘ્યો છે જેને કારણે આંખ નબળી બની છે તેને કારણે મગજ પર વધારે ભાર પડે છે. તેમજ ઠંડી વાતાવરણને કારણે પણ તેમ જ અનિદ્રાને કારણે તેમજ મહિલામાં હોર્મોન્સ ફેરફાર તેમજ સૌથી વધુ ગંભીર કારણે બ્લડ પ્રેસર એ માથાના દુ:ખાવા માટે મુખ્ય કારણો છે.
પ્રશ્ન:- માથા કયા ભાગમાં દુ:ખાવો હોય તે સામાન્ય કહી શકાય છે.
જવાબ:- વાયુદોષ, પિતદોષ અને કફ દોષને મુખ્ય કારણ છે માથાના નમણા દુ:ખવાનું કારણ ઠંડી વસ્તુ, ઠંડુ વાતાવરણ કફને કારણે થાય છે. તેમ જ માથાનો ઉપરનો ભાગ એટલે તાળવું મા દુ:ખાવો એ ગરમી, સૂર્યતાપ, બફારો, પરસેવો તેને લીધે પિતનું કારણે થાય છે.
માથાના પાછળનો ભાગને ખોપરી કહે છે અને ખોપરીમાં દુખવું એ મુખ્યત્વ વાયુનો ભાગ છે.
પ્રશ્ન:- આધાશીશી શું છે?
જવાબ:- આધાશીશી એ પિતદોષ સાથે સંલગ્ન હોય છે આધાશીશી સૂર્યવત હોય છે. જે સૂર્ય ઉગે એટલે દુ:ખાવો ચાલુ થાય છે. સૂર્ય આથમે એટલે રાહત મળે માથાનો અડધો ભાગનો દુ:ખાવો થાય તેને આધાશીશી કહે છે.
પ્રશ્ન:- આધાશીશી માં જલેબી ખાવાથી લાભ થાય છે એ વાત શકય છે.
જવાબ:- આધાશીશી એટલે સામાન્ય ઉપર ચડતી પિત કહેવાય છે. સામાન્ય રીતે આધાશીશી સ્ત્રીને વધારે થાય છે. પિત માટે સારામાં સારી દવા ‘ઘી’ છે. એટલા માટે આધાશીશીમાં જલેબી ખાવામાં આવે છે તેમજ ઘીવાળી કોઇપણ વસ્તુ ખાવાથી આધાશીશી મટી શકે છે.
પ્રશ્ન:- માથાનો દુ:ખાવો એ કોઇ ગંભીર રોગોનું કારણ હોય શકે છે ?
જવાબ:- નાની ઉમરના પણ હવે લોકોને લોહીના પરીભ્રમણમાં દબાણ થતું હોય છે તેને કારણે વારંવાર માથુ દુ:ખતું હોય છે પરંતુ આવા કારણો પક્ષઘાતનો હુમલો આવી શકે છે. એટલે કયારેક આવી રીતે માથાના દુ:ખાવા કે વ્યવસ્થિત સારવાર કરવી જોઇએ.
પ્રશ્ન:- અત્યારે લોકોમાં થોડું પણ માથુ દુખવે તો બજારના મળતી દવા લઇને તુરત રાહત અનુભવ છે. આ રસ્તો યોગ્ય છે?
જવાબ:- માથાના દુ:ખાવના ઘણા કારણો હોય છે એટલે તેના કારણો જાણી અને દવા લેવી વધુ હિતાવહ છે.
પ્રશ્ન:- માથાના દુ:ખાવા ધરેલું ઉપાય શું છે?
જવાબ:- માથામાં તેલનું માલીસ તેમજ શિરોધારા, તલના ટીપા નાકમાં નાખવાથી પણ માથાના દુ:ખાવામાં રાહત છે.