દરેક વ્યક્તિને માથાના દુખાવાનું કારણ તેમની લાઈફ્સટાઇલ અને આદતોથી નક્કી થતું હોય છે.મોટાભાગના લોકોને સામાજિક અને માનસિક તણાવને કારણે માથાનો દુખાવો થવાની તકલીફ રહતી હોય છે.તો ઘણા લોકો એવા પણ છે જેની આ સમસ્યાનું કારણ ખોરાક હોય અને એમને ખબર પણ હોતી નથી.
જો તમે ઓફિસમાં સતત બેઠા બેઠા કામ કરી રહ્યા હોય તો પણ આ તકલીફ રહી શકે છે.ભલે ઓફફિસમાં કામ હોય તો પણ 2 થી 3 વખત ઊભું થઈને કામ કરવા અથવા બ્રેક લેવાથી સ્વસ્થ્ય સારું રહે છે.જેને લીધે તમને માથાનો અને કમરના દુખવાથી રાહત મળે છે.
જો તમને વારંવાર હેડેકની સમસ્યા હોય તો પેર્ફ્યુમ,સાબુ,જેવી સુગંધી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.આ પ્રકારની સ્ટ્રોંગ ગંધ વળી વસ્તુઓની સીધી અસર મગજ ઉપર પડે છે.માટે બને ત્યાં સુધી આ પ્રકારની વસ્તુઓના ઉપયોગથી બચવું.
જ્યારે આ પ્રકારની તકલીફ થતી હોય ત્યારે તમે સીંગદાણા,ડ્રાય ફ્રૂટ્સ જેવા નટ્સનું સેવન કરી શકો છો.જેથી શરીરમાં મેગ્નેસિયમની કમી દૂર થાય છે.મોટાભાગના લોકોમાં મેગ્નેસિયમની કમીને કારણે માથાના દ્ખવણિક તકલીફ થતી હોય છે .