સીસીટીવી વાયરલ થતા પોલીસ કમિશનરે કરી કાર્યવાહી :ચાર દિવસ પહેલા વોર્ડને વાહન ચાલકનો જીવ જોખમમાં મૂકતાં ગુનો નોંધાયો ’તો
શહેરમાં હાલ ટ્રાકિક પોલીસ દ્વારા અને જગ્યા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને બેફામ ચાલતા વાહનો તેમજ નિયમ ભંગ કરતા વાહન ચાલકોને દંડવામાં આવે છે. પરંતુ ઘણી વખત ઉઘરાણા કરવાની લાયમાં વાહન ચાલકોના જાણે કે જીવ પણ જોખમમાં મૂકી દેવામાં આવતા હોય છે.જેઆ તાજેતરમાં જ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસેની ઘટના સામે આવી હતી. ટ્રાફિક વોર્ડને ટુ વ્હીલર ચાલકને ઉઘરાણા માટે રોકવા ધક્કો માર્યો. જે દરમિયાન યુવકનો માંડ માંડ જીવ બચ્યો હતો. જેમાં વોર્ડન સામે ગુનો નોંધી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
ત્યારે તે સમયે ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સાથે વોર્ડન દ્વારા ભાગ બટાઈ ના વિડીયો વાયરલ થયા હતા જે મામલે પોલીસ કમિશનરે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા લેતા ખડબડાટ મચી જવા પામી છે.વિગતો મુજબ રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ પાસે ચારેક દિવસ પૂર્વે આદિત્ય ઝીંઝુવાડિયા નામના ટ્રાફિકવોર્ડને બાઇકચાલક યુવકને થાપો મારી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બાઇકચાલક કાર સાથે અથડાતા બાઇકમાં બેઠેલા તેના પરિવારના સભ્યો બાઇકમાંથી ફંગોળાયા હતા.
આ ઘટનાની સાથોસાથ એવો પણ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે, રૈયા ટેલિફોન એક્સચેંજ પોઈન્ટ પર ફરજ બજાવતાં ટ્રાફિકવોર્ડન વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરી તે રકમ ત્યાં ફરજ બજાવતાં ટ્રાફિકશાખાના હેડ કોન્સ્ટેબલ ઉમેદ માણસુર ગઢવી અને કોન્સ્ટેબલ કાજલ મોલિયાને રકમ આપતા હતા અને રકમ હાથ આવ્યા બાદ તેની ભાગબટાઇ થતી હતી. જે મામલે ગુરૂવારે મહિલા કોન્સ્ટેબલ કાજલ મોલિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વોર્ડન આદિત્ય ઝીંઝુવાડિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આદિત્ય ઝીંઝુવાડિયાની ધરપકડ કરી હતી.બીજીબાજુ તોડજોડના મામલામાં પોલીસ કમિશનર ભાર્ગવે તપાસ કરાવ્યા બાદ શુક્રવારે ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ ગઢવી અને કોન્સ્ટેબલ મોલિયાને સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસ કમિશનરે લીધેલા આંકડા પગલાંને લઈને ટ્રાફિક પોલીસમાં ફફડાટ મચી જવા પામી છે.