મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના એનસીસી કેડેટ્સ દ્વારા ‘કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર’  ‘એક મેં સૌ કે લિએ’ના પાંચમા તબક્કાના અભિયાન અંતર્ગત દેશભક્તિની વિવિધ થીમ ઉપર તૈયાર કરાયેલ 29 હજારથી વધુ કાર્ડ્સને દેશ ના સીમાડા સાચવતા સેનાના  જવાનો માટે કારગીલ સરહદ ઉપર મોકલવા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું

IMG 20210717 WA0119 IMG 20210717 WA0117 મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા  આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના એનસીસી કેડેટ્સ દ્વારા દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલા કાર્ડ્સ પ્રદર્શનને મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળીને કેડેટ્સને પ્રોત્સાહિત કર્યા હતા.

IMG 20210717 WA0121

ઉલ્લેખનીય છે કે, એનસીસી કેડેટ્સ દ્વારા  કારગીલ ના જવાનોને ગુજરાત નો આભાર અંતર્ગત તૈયાર કરાયેલા આ 29 હજારથી વધુ શુભેચ્છા  કાર્ડ્સ અમદાવાદથી નોર્ધન કમાન્ડ હેડ ક્વાર્ટસ, ઉધમપુર ખાતે મોકલવામાં આવશે અને ત્યાંથી કારગીલ સરહદ ઉપર ફરજ બજાવતાં ભારતીય જવાનોને આ કાર્ડ્સ પહોંચાડીને બિરદાવવામાં આવશે.

IMG 20210717 WA0120

મુખ્યમંત્રી એ આ કાર્ડ લઇ જતા વાહન ને પ્રસ્થાન કરાવ્યું તે અવસરે સાંસદ ડો. કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી રમણભાઇ વોરા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાતના એડનિશલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બ્રીગેડીયર હર્ષવર્ધન સિંઘ, ડાયરેક્ટર ગૃપ કેપ્ટન સંજય વૈષ્ણવી સહિત એનસીસીના ઉચ્ચ અધિકારીઓ, કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.