બાળકની શકિતઓનો ઘ્યાને લઇને અનેક વિધ પ્રવૃતિઓ કરાવી શકો, તેને જે પ્રવૃતિમાં વધારે રસ પડશે તે કાર્ય તે મનથી કરશે અને તેમાં તે આગળ વધશે, પ્રવૃતિ દ્વારા જ્ઞાનથી જ બાળકોનો સર્ંવાંગી વિકાસ થઇ શકશે

૦ થી પ વર્ષના બાળકનાં વિકાસના તબકકા દરેક મા-બાપે શિક્ષકે જાણવા જરૂરી છે. ૩ વર્ષથી પછીને શાળા વાતાવરણ મેળવે છે, એટલે જ ટબુકડા બાળકોની શાળાને હવે પ્લે હાઉસ કહે છે. રમવું તેની પ્રાથમિક જરૂરિયાત  છે અને શાળા સંકુલે શિક્ષકે તેને રમત સાથે એટલે કે  પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપવું જોઇએ, જ્ઞાન સાથે ગમ્મત જરૂરી છે. દરેક મા-બાપો ઘેર પણ ઘણી પ્રવૃત્તિ દ્વારા તેનો સર્વાગી વિકાસ કરી શકો છો. આજે મારે તમને સૌને પ્રવૃતિ દ્વારા જ્ઞાન એટલે ‘પ્રજ્ઞા’ની સપ્તરંગી પ્રવૃત્તિની વાત કરવી છે. તમે તેના હેતુઓ તથા કાળજી રાખવા જેવી બાબતો બરોબર સમજી લેશો તો તમારા સંતાનોનો સર્ંવાગી વિકાસ કરી શકશે.જીવનમાં દરેક વ્યકિતને એકથી વધારે રંગો પસંદ હોય છે. રંગોની પસંદગી પરથી વ્યકિતની રૂચિ અને તેના મનોવલણ વિશે ખ્યાલ મેળવી શકાય છે. આવું જ કંઇક બાળકોની બાબતમાં જોવા મળે છે. બાળક સતત બદલાતા વિચારો સાથે જીવતું હોય છે. તેના માનસપટ પર તાજી છાપ કાયમ માટેના અનુભવો છોડી જાય છે. અઘ્યયન પ્રક્રિયામાં બાકી રહેલ જિજ્ઞાસાઓ કાર્યના માઘ્યમથી સંતોષવા માટે પ્રવૃત્તિ સાથે અઘ્યયન પ્રક્રિયા જોડી ભાર વગરના શિક્ષણ માટે સપ્તરંગી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેનાથી બાળકોનો સર્ંવાગી વિકાસ કરી શકાય.સાત ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓને સપ્તરંગમાં ઢાળવામાં આવેલ છે. આ ક્ષેત્રોને આપણે ટુંકમાં ‘જાનીવાલીપીનારા’ તરીકે ઓળખીશું જાનીવાલીપીનારા એટલે

(૧) જાતે કરીએ

(ર) નીરખીએ

(૩) વાદ-સંવાદ

(૪) લીન રહીએ

(પ) પીછાણીએ

(૬) નાટક-નટક

(૭) રાગ-રાગીણી

ઉપરોકત સાત ક્ષેત્રોમાં મુખ્ય દસ પ્રવૃત્તિ બિંદુઓ આપવામાં આવેલ છે. દરેક પ્રવૃત્તિ બિંદુમાં પાંચ-પાંચ પ્રવૃત્તિઓનો સેટ આપવામાં આવેલ છે. જે પાંચ પ્રવૃત્તિઓ મળીને એક ક્ષેત્રમાં કુલ ૫૦ પ્રવૃત્તિઓ થાય છે. કુલ સાત ક્ષેત્રોની ૩૫૦ જેટલી પ્રવૃતિઓનું ઇન્દ્રધનુષ બાળકે બે વર્ષમાં પુરું કરવાનું આપણી ધારણામાં છે. પરંતુ અહીં એ ઘ્યાનમાં રાખીશું કે બાળક બે વર્ષ દરમિયાન ઓછામાં ઓછી ૧૭૫ થી ર૦૦ જેટલી પ્રવૃત્તિઓમાંથી પસાર થાય તેવુ આયોજન શિક્ષકે કરવાનું રહેશે. વિઘાર્થીને પસંદગી માટે વિશેષ સંખ્યામાં પ્રવૃત્તિઓ આપવામાં આવેલ છે.

  • હેતુઓ:-

પ્રજ્ઞા અંતગર્ત સપ્તરંગી પ્રવૃતિમાં વિઘાર્થીઓને જ્ઞાન માટે પ્રવૃતિઓનો આધાર આપવામાં આવેલ છે. પરંતુ આ જ્ઞાનાત્મક પ્રવૃત્તિઓ સાથે કેટલાક વિશેષ હેતુઓ પણ જોડાયેલા  જે આ મુજબ છે.

* વિદ્યાથી સમૂહમાં કામ કરતાં શેખી

* વિદ્યાથી પોતાના રસ, રૂચિ મુજબ પ્રવૃત્તિ કરે

* વિદ્યાથીની કલ્પનાશકિત, સર્જનશકિતનો વિકાસ થાય

* વિદ્યાથીમાં ચપળતા, સ્ફુર્તિલાપણું અને આત્મવિશ્ર્વાસમાં વધારો થાય

* વિદ્યાથીમાં ખેલદિલી, વફાદારી, સાહસિકતા, સંપ અને સહકાર જેવા ગુણોનો વિકાસ થાય

* વિદ્યાથી આસપાસના પર્યાવરણ વિશે પ્રાથમીક સમજ મેળવે તથા તેના વિશે સભાનતા કેળવે

* વિદ્યાથી સર્જનના આનંદનો અનુભવ પ્રાપ્ત કરે

* વિદ્યાથી સમૂહ સાથે મૈત્રી, સંઘભાવના, શિસ્ત અને બંધુત્વની ભાવના વિકસાવે

* વિદ્યાથી વિવિધ લાગણીઓને સમજી આવેગો પર નિયંત્રણ કરતાં શીખે

* વિદ્યાથીની અવલોકન શકિતનો વિકાસ થાય

* વિદ્યાથી સ્વચ્છતા પ્રત્યે સભાન બની સફાઇ કરતાં શીખે

* વિદ્યાથી જીવન વ્યવહારની પ્રવૃત્તિ કરતાં શીખે

* વિદ્યાથી સહજ રીતે જીવન કૌશલ્યોની સમજ પ્રાપ્ત કરે

* વિદ્યાથી વ્યકિતગત સ્વચ્છતા અને આરોગ્ય વિશે સભાનતા કેળવે

* વિદ્યાથીની શ્રવણ-કથન શકિતનો વિકાસ થાય

* વિદ્યાથીમાં પડેલી સુષુપ્ત શકિતઓનો વિકાસ થાય

* વિદ્યાથી પર્યાવહરણમાં રહેલ ચીજવસ્તુઓ, પદાર્થો, વૃક્ષો, નદી, પર્વત, ડુંગર, પશુ, પંખી, જીવજંતુઓ, ફળ, ફૂલ, જંગલ, ખેતર, વાડી, મેદાન, ઢોળાવ, રણ વિસ્તાર, દરિયા કિનારાનો પરિચય મેળવે

* વિદ્યાથી આસપાસ બનતા બનાવ કે ઘટનાઓનું અવલોકન કરે

* વિદ્યાથી કુદરતી ઘટના ક્રમ અને આફતો સામે સંરક્ષણાત્મક જીવન જીવતાં શીખે

* વિદ્યાથી અન્ય ભાષાનું શ્રવણ-કથન કરવાની સમજ પ્રાપ્ત કરે

* વિદ્યાથી વડીલો પ્રત્યે આદમભાવ રાખવાની સમજ કેળવે

* વિદ્યાથી વિવિધ સ્વાદ, આકાર, રંગ, ગંધ વિશે જાણકારી મેળવે

કાળજી રાખવા જેવી બાબતો:-

તરંગી પ્રવૃત્તિઓ દ્વારા વિઘાર્થીઓના સર્વાગી વિકાસને સહાય મળે છે. પરંતુ શિક્ષકે એ પણ ઘ્યાનમાં રાખવાનું રહેશે કે  વિદ્યાથી જે તે પ્રવૃત્તિ કઇ રીતે કરે છે અને તે પ્રવૃત્તિના માઘ્યમ દ્વારા તે શું શીખી શકયો છે? પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકે કેટલીક ઘ્યાનમાં રાખવા જેવી બાબતો યાદ રાખવી પડશે. આ બધી બાબતો તેમણે કાળજીપૂર્વક વિઘાર્થી સાથેના આંતર વ્યવહારમાં, આત્મસાત કરવી પડશે. આ કાળજી‚પ બાબતો નીચે મુજબ છે.

* પ્રવૃત્તિ દરમિયાન ઉપલબ્ધ સ્થાનીક સામગ્રીનો ઉચિત ઉપયોગ કરાવવા માટે શિક્ષકે પૂર્વ આયોજન  કરવું પડશે

* વિદ્યાથીએ પસંદ કરેલી પ્રવૃત્તિ માટે શિક્ષકે તેને વારંવાર પ્રોત્સાહિત કરી તે પ્રવૃત્તિના જુથની તમામ પ્રવૃત્તિઓમાંથી પસાર થાય તે માટે સતત પ્રેરણા પૂરી પાડવી

* વિદ્યાથી પોતાની પસંદગીથી કરવા ઇચ્છતો હોય તે પ્રવૃત્તિ માટેના સાધનોની ગોઠવણી વ્યકિતગત માર્ગદર્શન આપીને કરાવવી

* વિદ્યાથીઓ એક જ જુથની બધી પ્રવૃત્તિઓ કરવા ન ઇચ્છતા હોય તો તેને આ પ્રકારની છૂટ સામાજિક રીતે આપવી.

* પ્રવૃત્તિ દરમિયાનનો સમયગાળો ધીરજ માંગી લે તેવો હોય છે. તેથી શિક્ષકે પ્રવૃત્તિ કરી રહેલા બાળકને અધીરાઇથી બીજી કોઇ પ્રવૃત્તિ કરવા માટે ઉતાવળ ના કરાવવી.

* કેટલીક પ્રવૃત્તિમાં સહાયક સામગ્રીના એકત્રીકરણ માટે સ્વાભાવિક રીતે સમય લાગશે, જેથી કરીને નિ:શુલ્ક ઉપલબ્ધ થતી હોય તેવી છે. જેથી આ પ્રવૃત્તિઓ માટે અન્ય કોઇ ખર્ચ કરવાનો આવતો નથી.

* એક જ પ્રવૃત્તિમાં એકથી વધુ વિઘાર્થીઓનો સમુહ એકત્ર ના થાય એવી ખાસ કાળજી રાખવી.

* શિક્ષકે વિઘાર્થીની પસંદ કરેલ પ્રવૃતિ માટે સહાયકર્તા વિશિષ્ટ ભૂમિકા વારંવાર ભજવવાની રહેશે.

* શિક્ષકે વિઘાર્થીની નિર્માણાધીન કૃતિઓને ‘ડિસ્પ્લે એરિયા’માં સમયાંતરે મૂકવાની તથા બદલવાની રહેશે.

* વર્ગખંડમાં બેસી કે શાળા પરિસરમાં કરવાની થતી પ્રવૃત્તિમાં બાળકો પર ઘ્યાન (કાળજીપૂર્વકનું અવલોકન) રાખવાનું રહેશે.

* વિદ્યાર્થીએ કરેલ પ્રવૃત્તિની કૃતિ તેના ઘરે કુટુંબીજનોને બતાવવા માટે લઇ જવા દેવી

* શિક્ષકે બાળકના વાલીને સમયાંતરે વર્ગ મુલાકાત માટે બોલાવી તેના બાળકની સિઘ્ધિઓની જાણ કરવી.

સપ્તસંગી પ્રવૃત્તિઓ દ્વારા બાળક પોતાનામાં રહેલી કળાને યોગ્ય રીતે વિકસાવી શકે છે. એ હેતુ ઘ્યાને રાખીએ તો બાળકમાં એવી ઘણી બધી સુષુપ્ત શકિતઓ હોય છે, જેને ખીલવવામાં આવે તો તે કોઇ એકાદ-બે કળામાં નિપૂણતા પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય પણ બાળક ખુલ્લે મને રમે, ભમે, ફરે, કિલ્લોર કરે તો જ તે પ્રફુલ્લિત રહી શકે.

સપ્તરંગી પ્રવૃત્તિઓમાં બાળકની શકિતઓને ઘ્યાનમાં રાખીને અનેક વિધ પ્રવૃત્તિઓ આપી છે. બાળકને જે પ્રવૃત્તિમાં વધારે રસ પડશે તે પ્રવૃત્તિ તે મનથી કરશે અને તે પ્રવૃત્તિમાં તે આગળ વધશે, તદઉપરાંત અભ્યાસક્રમને ઘ્યાનમાં રાખીને અહીં પ્રવૃત્તિઓ આપેલ હોવાથી પણ બાળકને અઘ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થશે. અહીં શિક્ષકે વર્ષ દરમ્યાન શકય હોય તેટલી વધારે પ્રવૃત્તિઓ કરાવવી જ રહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.