ઓલ ઇન્ડિયા શ્ર્વેતાંબર સનકવાસી જૈન કોન્ફરન્સ, દિલ્હી અને બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના સંયુક્ત ઉપક્રમે લાઈવ સંવત્સરી સમુહ ક્ષમાપના અવસરની ઉજવણી સંપન્ન: ભૂલ વીએ પ્રકૃતિ છે પણ ભૂલને સ્વીકાર કરી લેવીએ સંસ્કૃતિ છે: અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજ્ય ભાવચંદ્રજી મ. સા.
‘વન જૈન’ કાર્યક્રમ અંતર્ગત, ઓલ ઈંડિયા શ્વેતામ્બર સનકવાસી જૈન કોન્ફ્રન્સ, દિલ્હી અને બૃહદ મુંબઈ વર્ધમાન સનકવાસી જૈન મહાસંઘના સંયુક્ત કાર્યક્રમમે લાઈવના માધ્યમી એક સો એક મંચ પર અનેક સનકવાસી સંતોના મિલન સાથે સંવત્સરી સમૂહ ક્ષમાપના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ અવસરે, શ્રમણ સંઘીય આચાર્ય ભગવંત પૂજ્ય શિવમુનિજી મહારાજ સાહેબ, અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબ, ગોંડલ ગચ્છશિરોમણી પૂજ્ય જશરાજજી મહારાજ સાહેબ, શ્રમણ સંઘીય યુવાચાર્ય પૂજ્ય મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબ, લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજ્ય રામ ઉત્તમકુમારમુનિજી મહારાજ સાહેબ, કચ્છ આઠકોટી પૂજ્ય નરેશમુનિજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય પૂજ્ય રવિન્દ્રમુનિજી મહારાજ સાહેબ અને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના અમૂલ્ય સાંનિધ્યે ઓલ ઈંડિયા શ્વેતામ્બર સનકવાસી જૈન કોન્ફ્રન્સ, દિલ્હીના અધ્યક્ષ પારસભાઈ મોદી, બૃહદ મુંબઈ વર્ધમાન સનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ પરાગભાઈ શાહ, અવિનાશભાઈ ચોરડિયા, સુભાષભાઈ ઓસવાલ, અજયભાઈ શેઠ, મોહનલાલભાઈ ચોપડા, પ્રાણલાલભાઈ શેઠ, સંજયભાઈ સંઘવી આદિ અનેક મહાનુભવ ઉપસ્તિ રહ્યાં હતાં. વી જૈન વનજૈન , એકતાનો નાદ ચારેય દિશાઓમાં ગુંજાવતા ઉપસ્તિ દેશ-વિદેશના હજારો ભાવિકો આ અવસરે અહોભાવિત યાં હતાં.
ક્ષમાનો ગુણએ વ્યક્તિ માટે આભૂષણ સમાન હોય છે, એવા ભાવોને દર્શાવતાં શ્રમણ સંઘીય આચાર્ય ભગવંત પૂજ્ય શિવમુનિજી મહારાજ સાહેબે ફરમાવ્યું કે, મહાવીરને સર્વ પ્રત્યે મૈત્રીભાવ હતો, મોટી પથ્રની શિલાઓ સો, વૃક્ષો સો, પર્વતો સો, પશુ સો, પક્ષીઓ સો સર્વ સો, એવી મિત્રતા આપણે પણ કરવી જોઈએ. અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજ્ય ભાવચંદ્રમુનિજી મહારાજ સાહેબે પોતાના ભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ક્ષમા માંગનારા વિજેતા બની જાય છે. ભૂલ વી પ્રકૃતિ છે, પણ ભૂલનો સ્વીકાર કરી લેવો સંસ્કૃતિ છે. ક્ષમા જ ધર્મ છે. જે ક્ષમા આપી શકે છે તે તપસ્વી હોય છે. ક્ષમા એ જ પ્રેમનું અંતિમ રૂપ છે.
ક્ષમાનું એક ફળ છે, પ્રતિક્રિયા રહિત થવું. ક્ષમા આપણી તાકત છે, જે વ્યક્તિ ક્ષમા માંગતા અને આપતા જાણે છે તે આ દુનિયાનો સહુી સામર્થ્યવાન વ્યક્તિ હોય છે. ચંદન જ્યારે સ્વયં ઘસાય છે, ત્યારે જ પોતાની મહેક ચારે બાજુ ફેલાવી શકે છે. જે સહન કરી શકે છે એ જ સર્વોચ્ચ સ્થાને પહુંચી શકે છે. સહનશીલતાની ક્ષમતા જેનામાં હોય છે એમની જ ક્ષમાપના ર્સાક થઇ જાય છે. પૂજ્ય નરેશમુનિજી મહારાજ સાહેબએ આ ભાવો વ્યક્ત કર્યાં બાદ, અનેકતામાં એકતા- આ સિધ્ધાંતને આપણે આપણા જીવનના આચારવિચારમાં અપનાવવો જોઈએ, આ પ્રેરણા આપતા ઉપાધ્યાય પૂજ્ય રવિન્દ્રમુનિજી મહારાજ સાહેબ એ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરતાં દેશ-વિદેશના હજારો ભાવિકો સંતોની આવી એકતા જોઈને જિનશાસન પ્રત્યે વંદિત, અભિવંદિત થયાં હતાં.
જેમના જીવનમાં ક્ષમા હોય છે, એમના ચહેરા પર મુસ્કાન હોય છે, આ ભાવોને વ્યક્ત કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યું કે, આપણે આપણા જીવનનો એક મંત્ર બનાવી લેવો જોઈએ,’ ‘ઇસ કાન સે ઉસ કાન, ચહેરે પર મુસ્કાન’ જ્યારે આપણે બીજાને આપણા દુ:ખનું કારણ માનીએ છીએ, ત્યારે આપણને એમના પર ક્રોધ આવે છે, પણ જો આપણે તેઓને ઉપકારી માનીએ ત્યારે તેમના પ્રતિ ક્ષમાભાવ રાખવો સહજ ઈ જાય છે. આવી સહજ ક્ષમા જ આપણા આત્મિક વિકાસનું કારણ બની જાય છે.
લાઈવ પ્રસારણના માધ્યમી દરેક ઉપસ્થિત ગુરુભગવંતો દ્વારા, વી જૈન વનજૈન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ આ સંવત્સરી સમૂહ ક્ષમાપના કાર્યક્રમના અંતે ઓલ ઈંડિયા શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફ્રન્સ, દિલ્હી અને બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના દરેક સભ્યોના એકતાનું દર્શન કરાવનારા આ પુરુર્ષાની પ્રશસ્તિ કરવામાં આવી હતી.