જિનશાસનનું અનેરૂ ગૌરવ 22 વર્ષીય સાધ્વીરત્ના એ પાંચ માસના સંયમ જીવનમાં 2 વાર માસક્ષમણ કર્યા નિવિઘ્ન પરિપૂર્ણ
સમગ્ર સંસારના ત્યાગની સાથે ગત પરમધામ ખાતે સંયમ અંગિકાર કરતાં જ 30 દિવસ સુધી સમગ્ર આહારના ત્યાગ સ્વરૂપ જૈનધર્મની માસક્ષમણ તપની ઉગ્ર આરાધના કરી સંયમ જીવનનો મંગલમય પ્રારંભ કરનારા, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી દીક્ષિત થયેલા 22 વર્ષીય, નૂતન દીક્ષિત પરમ વિશુદ્ધિજી મહાસતીજી દ્વારા 5માસના સંયમ જીવનમાં 2ક્ષમમાસક્ષમણરૂપ ઉગ્ર તપશ્ચર્યા ગુરુકૃપાએ નિર્વિઘ્ન સંપન્ન થતાં તેમનો પારણા અવસર આયોજિત થયો હતો.
જૈન પરંપરામાં તપધર્મનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, માસક્ષમણની આરાધનામાં દરેક પ્રકારના આહારના ત્યાગ સાથે માત્રને માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉકાળેલું પાણી ગ્રહણ કરીને 30-31 દિવસ માટે ઉપવાસ કરવામાં આવે છે.પ્રાકૃતિક સૌંદર્ય યુક્ત ખંત અને ખમીરીની ભૂમિ એવી કચ્છની ભૂમિના નાનકડા પુણ્યાવંતા પુનડી ગામમાં જઙખઆરોગ્યધામ ખાતે ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજમાન પરમ ગુરુદેવ આદિ 42 સંત-સતીજીઓ, મગોધમાં બિરાજમાન સંપ્રદાય વરિષ્ઠાપૂજ્ય શ્રી પ્રાણ કુંવરબાઈ મહાસતીજી, મુલુંડમાં બિરાજમાન વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વિરમતીબાઈ મહાસતીજી આદી અનેક પૂજનીય સંત – સતીજીઓ તેમજ અવસરમાં અનુમોદનાર્થે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે દેશ-વિદેશના હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને તપસ્વીના તપનું તેજ નિહાળીને ધન્ય બન્યાં હતાં.
સંપ્રદાય વરિષ્ઠા પૂજ્ય શ્રી પ્રાણ કુંવરબાઈ મહાસતીજીએ પૂજ્ય તપસ્વી મહાસતીજીના તપ પ્રત્યેની ભાવભીની પ્રશસ્તિ કરીને સુંદર ભાવોમાં આશીર્વચન અર્પણ કરીને પરમ ગુરુદેવના કૃપા સામર્થ્ય પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.આ અવસરે ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારીએ ગોંડલ સંપ્રદાયને અને અનેરું ગૌરવ બક્ષનારા પૂજ્ય તપસ્વી મહાસતીજીને અભિવંદના અર્પણ કરીને પરમ ગુરૂદેવ પ્રત્યે અત્યંત અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, તપ કરે તે ધન્ય અને અનુમોદના કરે તે ધન્યાતિધન્ય બને છે. મન મક્કમ હોય તે માસક્ષમણ કરી શકે.
મારે પણ માસક્ષમણ તપની આરાધના કરવી છે એવા સંકલ્પ સાથે શ્રી પ્રભાબેન એ પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીના પારણાનો લાભ લીધો હતો.પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીના ઉગ્ર તપની અનુમોદના કરતાશ્રીજઙખ પરિવારદ્વારા શાલ અર્પણ કરવામાં આવી હતી.ઉપસ્થિત સહુના હૃદયના અહોભાવ અને અનુમોદના ગાન સાથે પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીને પારણા કરાવવામાં આવતા જયકાર ગુંજી ઉઠ્યો હતો.
સોનામાં સુગંધ ભળે તેમ તપ ધર્મની આરાધનાથી આજરોજ 20 વર્ષીય પૂજ્ય શ્રી પરમ આરાધ્યાજી મ., 22 વર્ષીય પૂજ્ય શ્રી પરમ નમસ્વીજી મ., 23 વર્ષીય નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ શુભમજી મ., 32 વર્ષીય નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ સુનિષ્ઠાજી મ., – 21માં ઉપવાસના પચ્ચક્ખાણ સાથે, નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ શ્રીવત્સલજી મ., નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ જિનેશાજી મ., – 12માં ઉપવાસના પચ્ચક્ખાણ સાથે, 23 વર્ષીય નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ સોહમમુનિ મ. સા., 31વર્ષીય પૂજ્ય શ્રી પરમ પ્રતિષ્ઠાજી મ., 20 વર્ષીય નૂતન દીક્ષિત પૂજ્ય શ્રી પરમ મહાપ્રજ્ઞાજી મ., – 9માંઉપવાસના પચ્ચક્ખાણ ગ્રહણ કરી પોતાના આત્માને ભાવિત કરતાં આગળ વધી રહ્યાં છે.
આ બધા તપસ્વી મહાસતીજીઓની તપ સાધના સાથે કોલકત્તા નગરમાં ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજમાન પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીને આજના દિવસના સળંગ 364માં આયંબિલના પ્રત્યાખ્યાન કરાવવામાં આવતા સહુ નત મસ્તક બન્યા હતા. એ સાથે જ પૂજ્ય શ્રી પરમ સાત્વિકાજી મહાસતીજી આજરોજ સળંગ 210મા દિવસના પાણી ત્યાગની આરાધના સાથે આગળ વધી રહ્યા છે.સહુના અહોભાવ વચ્ચે ભક્તિકાર અસ્મિતાબેન શાહના સાંજીના સૂરોના ગૂંજનમાં આ અવસર સંપન્ન થયો હતો.