આ 21મી સદીના યુગમાં કોઈ પણ વ્યક્તિ પોતાના સાથીની પસંદગી કરી શકે છે આ રિલેશનને આપણે ગર્લ ફ્રેન્ડ-બોય ફ્રેન્ડ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ વ્યક્તિ એક ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ રાખી શકે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં એક શખ્સને ૧ નહીં પરંતુ ૪ ગર્લ ફ્રેન્ડ હતી. આ વ્યક્તિ એક સાથે ચાર મહિલાઓને ડેટ કરતો હતો. જિંદગી મસ્તીમાં પસાર થઈ રહી હતી, પણ એક દિવસ ચારેય ગર્લફ્રેન્ડ તેના ઘરે પહોંચી ગઈ. આ ઘટના બાદ વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

અહેવાલ મુજબ, કૂચ બિહારના જોરપટકી ગામમાં એક સ્થાનિક મેડિકલ સ્ટોરમાં કામ કરતો એક વ્યક્તિ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેને તેની ચારેય ગર્લફ્રેન્ડ એક સાથે જોવા મળી. તે ચારેયને એક જ સમયે ડેટ કરતો હતો. ચારેયને આ વાતની જાણ થતાં ચારેય એકબીજાનો સંપર્ક કરીને વ્યક્તિના ઘરે પહોંચી હતી.

આ પછી ચારેય જણાએ તે વ્યક્તિના ઘરની બહાર હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પ્રેમીએ અચાનક ઘરની અંદર જઈને ઝેર ખાઈ ગટગટાવ્યું હતું. ઉતાવળમાં, પડોશીઓ તેને માથાભાંગા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને કૂચ બિહાર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.

હાલ તેની હાલત ગંભીર છે. તેની ચારેય ગર્લફ્રેન્ડે આ કેસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી, જેના કારણે પોલીસે કોઈ એક્શન લીધું નથી, જ્યારે છોકરાના પરિવારના સભ્યો પણ મીડિયાના કેમેરાને અવોઈડ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.