છત ભરવા બાબતે પાડોશીએ માર મારી જ્ઞાતી પ્રત્યે હડધુત કરતાં નોંધાય ફરીયાદ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ મારા મારીના બનાવો વધુને વધુ બની રહ્યા છે. ત્યારે સત્યસાંઇ રોડ પર મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ઘર પાસે મકાનના ચણતરનું કામ કરતા કોન્ટ્રાકટરને પાડોશીએ ‘તારે અહિ કામ ન કરવું નહે તો તારા પગ ભાંગી નાખીશ’ તેમ કહી તેના જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માર મારતા તેને પોલીસ ફરીયાદ નોંધાવી છે.
વિગતો મુજબ જસદણ ખાતે રહેતા અને બાંધકામના કોન્ટ્રાકટરનું કામ કરતાં મુકેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકીએ પોતાની ફરીયાદમાં આરોપીમાં સત્યાસંઇ રોડ પર રહેતા હીતેશભાઇ વાણીયાનું નામ આપ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે, તે સત્યસાઇ રોડ પર હીરેનભાઇ કલોલાની સાઇટ પર તેના કડીયા કામ કરતા શ્રમીકો સાથે કામ કરી રહેલા હતા ત્યારે પાડોશમાં રહેતા હીતેશ વાણીયાએ તેના ફોટો પાડયા હતા. બાદ ઘર બહાર આવી તેની સાથે વાતચીત કરી ધમકાવા લાગ્યા હતા અને ‘જો તુ અહીં કામ કરીશ તો તારા પગ ભાંગી નાખીશ’ તેમ કહી તેને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તેનો કાઠલો પકડી પેટમાં ધુસતો મારી ઝપાઝપી કરી હતી. જેથી તેને તેના વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હિતેશભાઇ વિરુઘ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.