પત્ની સાથે બીભત્સ ચેનચાળા કરતા શ્રમિકે મોતને ઘાટ ઉતાર્યો :આરોપી વતનમાં ભાગે એ પહેલાં બી ડીવીઝન પોલીસે હત્યાનો ભેદ ગણતરીની કલાકમાં ઉકેલી કાઢ્યો

 

અબતક, ઋષી મહેતા, મોરબી

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા રેડીએન્ટ સીરામીકની ઓરડીમાં એક શ્રમિકનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે બનાવની ગંભીરતાને લઈને મોરબી બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ ડી સ્ટાફ પીએસઆઇ એ એ જાડેજા સહિતનો સ્ટાફ રેડીએન્ટ સીરામીકની ઓરડીમાં જઈ તપાસ કરતા રેડીએન્ટ સીરામીકની ઓરડીમાં રહી મજૂરી કામ કરતા જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા ઉવ ૨૬ રહે મૂળ ઇદવાર જી.ઉમેરિયા મધ્યપ્રદેશ વાળાની ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું બાદમાં બી ડીવીઝન પોલીસે તુરંત જ તમામ શ્રમિકોને બહાર જવા પર પાબંદી કરી ઝીણવટ ભરી તપાસ આદરી હતી જેમાં મૃતક જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા અન્ય પરપ્રાંતીય શ્રમિક બારીવાલ કુશાલ ટુડું ઉવ ૨૩ જાતે સાંતલી રહે હાલ રેડીએન્ટ સીરામિક મોરબી મૂળ દેવકુંડી ઓરિસ્સા વાળાની પત્ની સાથે બે દિવસ પહેલા બીભત્સ ચેનચાળા કરી ઈશારા કરતો હતો જેનો ખાર રાખી બારીવાલ કુશાલ નામના શ્રમિકે જ્ઞાનેન્દ્રની હત્યા કરાઇ હોવાનું ખુલ્યું હતું જેમાં શ્રમિક જ્ઞાનનેદ્ર હરવંશ મિશ્રાને શાક સુધારવાના ચાકુ થી ગળાના ભાગે મારી હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું.બી ડીવીઝન પોલીસ ટીમોએ તુરંત આરોપી બાલીવાલ કુશાલની શોધખોળ આદરી હતી આરોપી હજુ પોતાના વતનમાં જવાની પેરવી કરી રહ્યો હતો એ પહેલાં જ બી ડીવીઝન પોલીસે આરોપીને શંકાના દાયરામાં લઈને અટકાયત કરી તપાસ શરૂ કરી છે હાલ પોલીસે મૃતક જ્ઞાનેન્દ્ર મિશ્રાના સબંધી નીરજ જવાહર પાંડેની ફરીયાદ પરથી હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને હાથવેંતમાં લઈને પોલીસે કાબિલે દાદ કામગીરી કરી છે.આ કામગીરીમાં એસપી સુબોધ ઓડેદરા સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ,ડી સ્ટાફ પીએસઆઇ એ એ જાડેજા, પીએસઆઇ લાખુબેન વાઢીયા તેમજ બી ડીવીઝન ડી સ્ટાફના પોલીસકર્મીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.