પક્ષીપ્રેમી તો ઘણાં જોયા હશે પરંતુ બ્રિટિશ લેખક રિચાર્ડ થ્રોને તો હદ કરી પોતાની નોકરી મુકીને અજાણ દુલર્ભ પક્ષીને ગોતવા તેણે કુદરતી આવાસમાં નિયમિત રીતે શોધખોળ કરવાનો પ્રયાસ કરતા હોય છે. થ્રોનને હજુ પણ એવું લાગે છે કે આ પક્ષી જંગલમાં જ હોવું જોઇએ. માટે તેણે અત્યાર સુધીમાં સાત વખત શોધખોળનો પ્રયાસ કર્યો છે જેમાં તેણે ૧૩ લાખનો ખર્ચો પણ કર્યો છે.
માટે જ થ્રોનના પરિવારના લોકો તેને પાગલ ગણે છે. જો કે આ પક્ષી છેલ્લે ૧૯૪૯માં ભારતમાં જોવા મળ્યું હતું. આ બતકનો રહેણાંક વિસ્તાર ભારતનો પૂર્વ ભાગ, બાંગ્લાદેશ અને મ્યાનમારના જંગલો ગણાય છે. અમેરિકન પક્ષીપ્રેમી રોય નજેટ અને તેના ભારતીય સાથીદારોએ બ્રહ્મપુત્ર નદીના કાંઠે આ પક્ષીની જોડી જોઇ હતી. પરંતુ તે પછી ૨૫ દિવસની તેમની મહેનત બાદ પણ ફરીથી તેમને આ યુગલ દેખાયુ નહીં . માટે પક્ષીશાસ્ત્રીઓ હવે તેને નષ્ટ થયેલું માને છે પરંતુ થ્રોનને હજુ તે પક્ષી હોવાનો વિશ્ર્વાસ છે.