વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાર્યકરોને મળી નવુ જોમ રેડશે
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઐતિહાસિક વિજય પછી હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ માટે સૌી મહત્વની ચૂંટણી ગુજરાત વિધાનસભાની છે. ૧૫૦ પ્લસ બેઠકના લક્ષ્યાંની પૂર્તિ માટે રાજ્યના સંગઠનને ગિયર-અપ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે વ્યૂહાત્મક રીતે પ્રક્રિયા હા ધરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓ, મહાનગરોના આગેવાનોને મળી એમની સો વાતચીત શરૂ કરી છે. આના કી ગુજરાતની રાજકીય અને સામાજિક સ્િિતનો ક્યાસ તેઓ પોતાની રીતે કાઢી રહ્યા છે. હજુ આ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.
છેલ્લા બે-અઢી વર્ષી ભાજપના મોડેલ સ્ટેટની રાજકીય અને સામાજિક સ્િિતના મણકા વિખેરાઇ ગયા હતા. આ કારણે જ ડિસેમ્બર ૨૦૧૫માં યોજાયેલી સનિક ચૂંટણીઓમાં ભાજપને ચિંતાજનક રીતે ગ્રામ્ય વિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્િિતના ઉકેલ માટે રાજકીય ફેરફારો કરી મુખ્યપ્રધાન પદે વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પદે જીતુ વાઘાણીને જવાબદારી સોંપી નવેસરી મોડેલ સ્ટેટને સરખું કરવાની પ્રક્રિયા હા ધરી છે. અલબત્ત, આ ફેરફારો પછી રાષ્ટ્રીય નેતૃત્વને અપેક્ષા પ્રમાણે પરિણામો મળી ની રહ્યા એટલે જ હવે સૌને મળીને એમની સો વાતચીતનો તબક્કો શરૂ કરાયો છે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રમ વખત ભાજપ કાર્યાલય શ્રીકમલમ્ ખાતે આવ્યા ત્યારે રાજ્યભરમાંી આવેલા આગેવાન કાર્યકરોએ એમને મળવાની તાલાવેલી વ્યક્ત કરી હતી. મોદીએ સૌને આશ્વસ્ કર્યા કે, અત્યાર સુધી તેઓ દેશના વહીવટને ઠીક કરવામાં વ્યસ્ત હતા. હવે સ્િિત એમના નિયંત્રણમાં આવી ગઇ છે એટલે મળવા આવશે એમની મુલાકાત ઇ શકશે, પણ જે કોઇ આવે એ વડાપ્રધાનને નહીં પણ આપણા નરેન્દ્રભાઇને મળવા આવો છો એવી રીતે આવજો. વડાપ્રધાન પદ એ મહત્વનું ની. તમે સૌ મારા પોતાના છો અને હું તમારો જ છું એ ભાવી આવજો!
અત્યાર સુધીમાં બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટના અનેક આગેવાનો દિલ્હી જઇને નરેન્દ્રભાઇને મળ્યા છે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, કેટલાક કાર્યકરોએ દિલ્હી ઇને ઉત્તર ભારતના પ્રવાસમાં તક મળતાં વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો હતો, તો તેમના આશ્ચર્ય વચ્ચે તેમને તુરત જ એપોઇન્ટમેન્ટ મળી જતાં તેઓ ખુશ ઇ ગયા હતા. રાજકોટના મેયર સહિતના ચૂંટાયેલી પાંખના કાર્યકરો, આગેવાનો વડાપ્રધાનને મળ્યા હતા અને એમને આશ્વસ્ કર્યા હતા કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો પર પણ ભાજપને વિજયી બનાવશે. કેટલાક કાર્યકરો છેલ્લા બે-અઢી વર્ષી ઊભી યેલી રાજકીય સ્િિતમાં પક્ષની પ્રવૃત્તિમાં નિષ્ક્રિય યા હતા. આવા કાર્યકરો પોતાની રીતે વડાપ્રધાનને મળીને પોતાની હૈયાવરાળ ઠાલવી આવ્યા છે. તમામને મોદીએ પક્ષ દ્વારા જે કોઇ કામ સોંપાય તેને પૂરું કરવા માટે કામે લાગી જવાની સૂચના આપી છે. વડાપ્રધાન સોની મુલાકાત પછી કાર્યકરોમાં એક નવા ઉત્સાહનો સંચાર જોવા મળી રહ્યો છે.