તા.૨૯મીએ સવારે દસ થી રાતના દસ વાગ્યા સુધી એરપોર્ટ ફાટકથી રેસકોર્ષ રીંગ રોડ, કિશાનપરા ચોકથી કે.કે.વી ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ ગોંડલ ચોકડી સુધી, આજી ડેમ ચોકડી સુધીનો બાયપાસ, મહિકાના પાટીયા, અમુલ ચોકડી, ચુનારાવાડ ચોક, પાંજરાપોળ, ડિલકસ ચોક, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઇસ્કૂલ, ધરમ સિનેમાથી બહુમાળી ભવન સુધીના માર્ગ પર અવર જવર પર પાંબધી અને નો પાર્કિગ કરી રસ્તા ડાઇવર્ડ કરવા પોલીસ કમિશનર ગહેલૌતે જાહેરનામુ બહાર પાડયું
નર્મદા નીરના વધામણા, રોડ શો અને આજી ડેમ ખાતે જાહેર સભા અને રેસકોર્ષ ખાતે દિવ્યાંગોને સાધન સહાય સહિતના કાર્યક્રમ માટે રાજકોટ આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા માટે છેલ્લા એક સપ્તાહથી પોલીસ સ્ટાફ વ્યસ્ત બન્યો છે. અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પોલીસ દ્વારા તેમના ‚ટ પરના માર્ગ બંધ કરવા માટે અને બંધ કરાયેલા માર્ગ પરથી કંઇ રીતે ટ્રાફિક ડ્રાઇવર્ડ કરવામાં આવ્યો તે અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તા. ૨૯ને ગુ‚વારે સવારે દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી શહેરના એરપોર્ટ ફાટકથી રેસકોર્ષ રીંગ રોડ, કિશાનપરા ચોકથી કે.કે.વી.હોલ ચોક સુધીનો કાલાવડ રોડ, ત્યાંથી ગોંડલ રોડ ચોકડી સુધીનો ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોંડલ રોડ ચોકડીથી આજી ડેમ ચોકડી સુધીનો બાયપાસ, ત્યાંથી મહિકાના પાટીયા સુધીનો વિસ્તાર, આજી ડેમ ચોકડીથી અમુલ ચોકડી સુધીનો ૮૦ ફુટ રીંગ રોડ, ચુનારાવાડ ચોક, પાંજરાપોળ, ડિલકસ ચોક સુધીનો ભાવનગર રોડ, ડિલકસ ચોકથી હોસ્પિટલ ચોક સુધીનો રોડ, ત્યાંથી ચૌધરી હાઇસ્કૂલ સુધીનો માર્ગ, ધરમ સિનેમા ચોક, બહુમાળી ભવન ચોક સુધીનો કસ્તુબા રોડ, પર નો પાર્કિંગ જોન જાહેર કરવામાં આવ્યું છે અને વાહનની અવર જવર માટે રસ્તા ડ્રાઇવર્ડ કરવામાં આવ્યા છે.
રોડ શો દરમિયાન કોઇ અડચણ ઉભી ન થાય તે માટે એસ.ટી.બસના ‚ટ પણ ફેરવવામાં આવ્યા છે. કુવાડવા તરફથી આવતા વાહનોને ગ્રીન લેન્ડ ચોકડી ઓવર બ્રીજ થઇ માકેર્ટીંગ યાર્ડ પાસે સંત કબીર રોડ પરનો ઓવર બ્રીજ તથા આજી ડેમ ચોકડી પાસેનો ઓવર બ્રીજ, કોઠારિયા રોડ પરનો ઓવર બ્રીજ, ગોંડલ રોડ ઓવર બ્રીજ થઇ ગોંડલ રોડ સર્કલ થઇ મક્કમ ચોક, નાગરિક બેન્ક ચોક, ઢેબર રોડ થઇ એસ.ટી.બસ બસ સ્ટેશન જઇ શકશે તેમજ આવી શકશે, જામનગર રોડ પરથી આવતા વાહનોને માધાપર ચોકડી થી રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ કે.કે.વી.ચોક થઇ કોટેચા ચોક, મહિલા કોલેજ અંડર ગ્રાઉન્ડ બ્રીજ થઇ વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન સર્કલ, લેલન ટી પોઇન્ટ થી બોમ્બે હોટલ ચોક થઇ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક થઇ એસ.ટી.બસો બસ સ્ટેશન જઇ શકશે અને આવી શકશે
જૂનાગઢ, પોરબંદર, ઉપલેટા, ગોંડલ તરફથી આવતી એસ.ટી. બસને ગોંડલ રોડ સર્કલ થઇ મક્કમ ચોક નાગરિક બેન્ક ચોક, ઢેબર રોડ થઇ બસ સ્ટેશન આવી જઇ શકશે, મોરબી રોડ પરથી આવતી બસોને બેડી ચોકડી થઇ માધાપર ચોકડી, રૈયા ચોકડી, ઈન્દિરા સર્કલથી કે.કે.વી. સર્કલ, કોટેચા ચોક, મહિલા અંડર બ્રીજ, વિરાણી ચોક, ભક્તિનગર સર્કલ, લેલન ટી પોઇન્ટ, બોમ્બે હોટલ ચોક થઇ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ થઇ બસ સ્ટેશન આવી જઇ શકશે
કાલાવડ રોડ પરથી આવતી બસોને કે.કે.વી. હોલ ચોક થઇ મહિલા અંડર બ્રીજ, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન સર્કલ, લેલન ટી પોઇન્ટ થઇ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક થઇ બસ સ્ટેશન આવી જઇ શકશે, ભાવનગર તરફથી આવતી એસ.ટી.બસને સરધાર થઇ ભૂપગઢ, હડમતીયા, ગોલીડા, ફાળદંગ, રફાળા, મઘરવાડા થઇ કુવાડવા ગામ થઇ ગ્રીન લેન્ડ ચોકડીથી ઓવર બ્રીજ થઇ માકેર્ટીંગ યાર્ડ પાસે સંત કબીર રોડ પરનો ઓવર બ્રીજ તથા આજી ડેમ ઓવર બ્રીજ, કોઠારિયા ઓવર બ્રીજ, ગોંડલ રોડ ઓવર બ્રીજ, ગોંડલ રોડ સર્કલ થઇ મકકમ ચોક, નાગરિક બેન્ક ચોક, ઢેબર રોડ થઇ બસ સ્ટેશન આવી અને જઇ શકશે
અમદાવાદ તરફ જતી બસોને ઢેબર રોડ નાગરિક બેન્ક ચોક, ૮૦ ફુટ રોડ, અમુલ ચોક થઇ બાયપાસ સર્વિસ રોડ થઇ અમદાવાદ તરફ તેમજ રોડ શો દરમિયાન રસ્તો બંધ કરાવવામાં આવે ત્યારે બસો ભારતીય બંગલા ચોકથી ગોંડલ ચોકડી ઓવર બ્રીજ, કોઠારિયા ઓવર બ્રીજ, આજી ડેમ ઓવર બ્રીજ થઇ ગ્રીન લેન્ડ ચોકડી જઇ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે પોલીસ દ્વારા રિહર્સલ
એસપીજીના ૬૦ કમાન્ડો, ત્રણ આજી કક્ષાના અધિકારી, ૨૭ આઇપીએસ અધિકારી, ૬૫ ડીવાય.એસ.પી., ૧૫૦ પી.આઇ., ૫૦૦ ફોજદાર અને એસઆરપીની ૧૫ કંપની સહિત ૭ હજાર પોલીસ જવાન હોમગાર્ડ સ્ટેન્ડ ટુ
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટ કાર્યક્રમ દરમિયાન ઝેડ પ્લસ સિક્યુરીટી માટે એસપીજીના ૬૦ કમાન્ડો અને બંદોબસ્ત માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતની સાથે ત્રણ આઇજી તેમજ ૨૭ આઇપીએસ અધિકારી સહિતનો સ્ટાફ રાજકોટ આવી ગયા છે. વડા પ્રધાનના ‚ટ પર ચકલુ પણ ન ફરકે તેવી અભેદ સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાંજે ચાર વાગે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવનાર છે. તેમાં ૬૫ ડીવાય.એસ.પી., ૧૫૦ પોલીસ ઇન્સ્પેકટર, ૫૦૦ ફોજદાર, ૧૫ એસઆરપી કંપની અને હોમગાર્ડ તેમજ ટ્રાફિક વોર્ડન તહેનાત રહેનાર છે. બંદોબસ્તની ત્રણ આઇપીએસને વિશેષ જવાબદારી સોપવામાં આવી છે. ઉપરાંત રાજકોટ પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ તહેનાત રહેશે સમગ્ર વિસ્તારમાં બોમ્બ ડીસ્પોઝર સ્કવોડ અને સ્નેફર ડોગ દ્વારા નિરિક્ષણ કરવામાં આવનાર છે.
વડા પ્રધાનના ‚ટ પર ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની સાથે રાજયના પોલીસ વડા ગીથા જોહરી, આઇબીના વડા શિવાનંદ ઝા તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત પોલીસ બંદોબસ્તના રિહર્સલનું નિરિક્ષણ કરનાર છે.
એન.એસ.જી. અને એસ.પી.જી.ની ટીમ દ્વારા ‚ટનું નિરિક્ષણ કરી જ‚રી સુચના આપવામાં આવી છે. બંદોબસ્તમાં પોલીસ કમિશનર ગહેલૌત સાથે એસીબીના વડા હસમુખ પટેલ, જૂનાગઢના રેન્જ આઇજી રાજકુમાર પાડિંયન અને સીઆઇડી ક્રાઇમના વડા શશીકાંત ત્રિવેદીને સંકલનની વિશેષ જવાબદારી સોપવામાં આવી છે. બંદોબસ્તમાં કોઇ કચાસ ન રહે તે માટે આવતીકાલે પણ રિહર્સલ કરવામાં આવનાર છે.