ભારત વર્ષના આસ કેન્દ્ર પ્રમ જ્યોતિલીંગ સોમના મહાદેવનાં સાનિધ્યમાં તા.૨૭ અને ૨૮ માર્ચના રોજ પ્રભાસોત્સવ કાર્યક્રમ યોજાશે. રાજ્ય સંગીત-નાટક અકાદમી ગાંધીનગર અને સોમના ટ્રસ્ટના સહયોગી સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત આયોજીત પ્રભાસોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ર્રિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડસીયા આ પ્રસંગે ખાસ ઉપસ્િિત રહેશે.
ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ, ધર્મજાગરણ સમન્વય સંસ્કૃતિ પ્રમુખ (ગુજરાત પ્રાંત) કિર્તીભાઈ ભટ્ટની ઉપસ્િિતમાં સોમના મંદિર, ચોપાટી ગાર્ડન ખાતે તા.૨૭ માર્ચે સોમવાર નાં રોજ સાંજે ૭:૩૦ કલાકી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવશે. તેમજ ૨૮ માર્ચના રોજ સાંજે ૪ કલાકી ગૌલોક ધામ ત્રિવેણી સંગમ ખાતે પ્રભાસોત્સવ યોજાનાર છે.
આ વર્ષપ્રતિપ્રદા ઉત્સવ કાર્યક્રમના મુખ્ય કલાકાર સંગીત-નાટક અકાદમી પૂર્વ અધ્યક્ષ યોગેશભાઈ ગઢવી લોક સાહિત્ય પીરસી સંસ્કૃતિ સભર સંદેશાી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. તેમજ શિતલબેન બારોટ, નિયાબેન દવે, વાસંતિબેન જોષી, સ્મૃતિબેન વાધેલા, ભરતભાઈ બારૈયા, જીજ્ઞાબેન દિક્ષીત, ધ્વનિ સેવક અને તૃષ્ણાબેન દવે સહિતનાં કલાકારો ભારત નાટયમ રજૂ કરશે. વિપુલભાઇ ત્રિવેદી, પ્રિતીબેન દવે, નિરજભાઇ પરીખ, સૃષ્ટીબેન પરીખ દ્વારા શાીય સંગીત, રાજનભાઇ ચૌહાણ, વિષ્ણુભાઇ વૈધ દ્વારા ભક્તિ સંગીત, ભીખુદાન ગઢવી, માયાબેન ચૈાહાણ અને રોનક ભોજક દ્વારા લોકસંગીત રજૂ કરવામાં આવશે.
તદઉપરાંત કિરીટભાઇ રાજપરા અને ગાયત્રીબેન સોની દ્વારા સુગમ સંગીત, અમુદાન ગઢવી દ્વારા લોક સાહિત્ય, નેહાબેન શુકલ દ્વારા શિવસ્તૃતિ, હિમાબેન દરજી દ્વારા કુચીપૂડી, પૂર્વિ શેઠ દ્વારા કક, સંસ્કાર ભારતી ભાવનગર સમિતિ અને ઓમ શિવ સંસ ભાવનગર દ્વારા લોકનૃત્ય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.