કાશ્મીર ઘાટીમાં સેનાના જવાનોના અપમાન અને જવાનો પર થતી પથ્થરબાજીની ઘટનાથી સંપૂર્ણ દેશ આક્રોશમાં છે. સેનાના જવાનોને ઘેરવા, પથ્થરમારો કરવો, ગાળો આપવી એવી પ્રવૃતિ રોજબરોજની બની ગઈ છે. સેનાના જવાનોને પથ્થરબાજો પર ગોળી ચલાવવી કે પેલેટગનનો ઉપયોગ જેવી યોગ્ય સૈનિકને શોભે તેવી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે. શકિત, સાહસ, શોર્ય, અનુશાસન હોવા છતા ભારતીય સૈનિકો પથ્થરમારા તથા અત્યાચાર સામે કશુ કરી શકતા નથી. જેના અંતર્ગત બજરંગદળ આજના દિવસે પુરા ભારત દેશમાં વિરોધ પ્રદર્શન કરવાનું નકકી કરેલ જે અનુસંધાને આજરોજ રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે સવારે પ્લેકાર્ડ, સુત્રોચ્ચાર તથા મુસ્લિમ પથ્થરબાજોના પુતળાનું દહન કરી રોષ વ્યકત કરવામાં આવેલ. જેમાં હરેશભાઈ ચૌહાણ, હસુભાઈ ચંદારાણા, કલ્પેશભાઈ રાવલ, રીશીતભાઈ શીંગાળા, હાર્દિકભાઈ વાઘેલા, વિરલભાઈ વડગામા, રશ્મીતભાઈ પટેલ, બ્રિજેશભાઈ લોઢીયા, દિપકભાઈ ગમઢા, અનિરુઘ્ધસિંહ ચાવડા, ધનરાજભાઈ રાધાણી, હિતેશભાઈ મકવાણા,હાસીતભાઈ પટેલ, ધ્રુવભાઈ કુંડેલ, ભરતભાઈ જાદવ, પ્રશાંત કટારીયા, દિનેશ પારવાણી, જીતેશભાઈ રાઠોડ, સુરેશભાઈ વોરા, મનોજ ડોડીયા, ચંદુભાઈ, ભાર્ગવભાઈ ટીલાવત, પરેશભાઈ ‚પારેલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.