કાલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ

૨૦૧૭માં પ્રમોશન સાથે ઇલાબેન ગોહિલ ગીર સોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બન્યા

આઠમી માર્ચે સમગ્ર વિશ્ર્વ મહિલા દિન ઉજવી રહ્યું છે. ત્યારે શારીરિક અક્ષમતાના અવરોધનો વટાવી બાળપણથી સંઘર્ષ કરતાં કરતાં છે કે જીલ્લાના નાયબ વિકાસ અધિકારીના પદ સુધી પહોંચ્યા તે વાત તેમને સેલ્યુટ અને અન્ય મહિલાઓને પ્રેરક છે.

સુરેન્દ્રનગરના સુદામડા નામના ગામડામાં જન્મેલા ઇલા ગોહિલ માત્ર દોઢ જ વરસના હતા ત્યારે તાવ આવ્યા પછી તેમને પોલિયો થઇ ગયો અને ડાબો પગ ૬૦ ટકા ક્ષતિગ્રસ્ત થઇ ગયો.

ગામડેથી દૂર શાળામાં અને ટયુશન કલાસમાં જવાનો અગવડ ભર્યો રસ્તો પાર કરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ અને જીપીએસસી, એલએલબી પરીક્ષા પાસ કરી ગાંધીનગર ચીફ ઓફીસર અને ર૦૧૧ માં ટી.ડી.ઓ. બન્યાં. ૨૦૧૭ માં પ્રમોશન સૃાથે ગીર-સોમનાથ જીલ્લા ડી.ડી.ઓ. બન્યાં.

6 banna for site

આજે તેમનું શરીર ૬૦ ટકા જેટલું પોલીયોગ્રસ્ત છે. વોકર લઇને ચાલતા પડી જતા ફે્રેકચર થયું હતું. આવી બધી શારિરીક અક્ષમતાઓ તેને સફળતાના માર્ગ પર આગળ વધતાં અવરોધી શકી નથી. ઇલાબેનની કોશીષનું પરિણામ છે. ઇલાને એટલું તો સમજાયું કે સમાજ દયા તો દેખાડી શકે છે. પણ સંઘર્ષ તો આપણે જ કરવો પડે છે. આજે તેઓ વ્હીલચેર કેરટેકર સહાય લઇને મનના મજબુત ઇરાદાથી સરકારી ફરજો અન્ય સક્ષમ શારીરિક અધિકારીઓની જેમ જ બજાવી શકે છે. જીલ્લાના વાવાઝોડામાં તેઓ દરયિા કાંઠા વિસ્તારમાં વ્હીલચેરથી લોકોને સ્થળાંતર કરાવતાં, ચૂંટણીઓ સમયે આગોતરી તૈયારી અને નીરીક્ષણો સહિતની તમામ વ્યવસ્થા સુપેરે ફરજ બજાવે છે. રાજય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા કાર્યક્રમો, અમલવારી પોતાના પોલીયો અવરોધને ફંગોળી જુસ્સાથી પાર પાડે છે. કમજોરીને તેને તાકાતમાં પરીવર્તન કરી છે. ‘રુક જાન નહીં, કહીં હાર કે’, ‘જીંદગી ગંમ કા સાગર હૈ તો કયા, હર એક કો ઉસપાર જાન પડેગા ’તે મહિલા દિવસની પ્રેરણા અને જીવંત પ્રતિતી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.