દરેક લોકોની પ્રેમ કહાની સફળ થતી નથી તેમ બિહારના મુઝફ્ફરપુર નગરમાં એક યુવકને પ્રેમમાં મોતની સજા મળી હતી. પ્રેમિકાના પરિવારજનોએ ફોન કરીને યુવકને ઘરે બોલાવ્યો અને ત્યારબાદ તેની નિર્દયતાથી હત્યા કરી હતી. એટલું જ નહીં, યુવકનો ખાનગી ભાગ પણ કાપી નાખ્યો હતો. ઘટના કાંતિ પોલીસ સ્ટેશનના સોનબરસા ગામની છે. યુવક રેપુરા રામપુર શાહ ગામના રહેવાસી હતો જેનું નામ સૌરભ રાજ હતું તે 18 વર્ષનો હતો.
પોસ્ટ મોર્ટમ બાદ સૌરભની લાશ ગામ પહોંચી ગામલોકોએ હોબાળો મચાવ્યો. એટલું જ નહીં, ગ્રામજનોએ તેની પ્રેમિકાના દરવાજે મૃતકની ડેડબોડી શણગારવામા આવી હતી. ગામમાં તણાવને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મૃતક સૌરભ રાજ ઓડિશામાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ મહિનાની 1 જુલાઈએ તે તેની બહેનના લગ્નમાં ભાગ લેવા રજા પર આવ્યો હતો. શુક્રવારે રાત્રે યુવતીના પરિવારજનોએ સૌરભને ફોન કરીને બોલાવ્યો હતો ત્યારબાદ યુવતિની સામે નિર્દયતાથી માર્યો હતો.યુવક ખુબ ઘાયલ થયો હતો તેણે એ જ હાલતમાં પરિવારના હવાલે કરવામાં આવ્યો.
પરિવારના સભ્યોએ સૌરભને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં ડોકટરોએ સૌરભને મૃત જાહેર કરવમાં આવ્યો. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સિટી એસપી રાજેશકુમારે જણાવ્યું હતું કે પોલીસ ગામમાં પડાવ કરી રહી છે. આરોપીની ધરપકડ કરવા માટે દરોડા પણ ચાલુ છે.