બેંક દ્વારા કોર્પોરેટ લોનમાં 10 ટકાનું ભંડોળ વધાર્યું સાથે સાથે એક લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ એક્સટેન્શનને બહાલી
ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નુ કદ આપવાના સરકારના મહત્વાકાંક્ષી આયોજન માં ઉદ્યોગની સાથે સાથે બેંકિંગ ક્ષેત્ર નું ખૂબ જ મોટું યોગદાન અનિવાર્ય છે ત્યારે ભારતની અગ્રણી ગણાતી એચડીએફસી બેન્ક દ્વારા દેશના આંતરમાળખાકીય વિકાસ અને અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે કોર્પોરેટ ક્ષેત્રને પગભર બનાવવા માટે કોર્પોરેટ લોન ના બજેટમાં 10 ટકા જેટલું માતબર વધારો આર્થિક વિકાસમાં સહયોગી થવા રોડ મેપ પર આગળ વધી રહી છે.
એચડીએફસી બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તે જાત ભરૂચા નું કહેવું છે કે ગુરુના ની બીજી લહેર માં બેન્કિંગ લોન અરજીઓમાં કોઈ પોર્ટ આવી નથી જોકે કોર્પોરેટ લોન ને થોડાક સમય માટે મુલતવી રાખવામાં આવી છે કંપનીઓ પર આવી પડેલા આર્થિક કારણ ને લઈને ઉભી થેલી નાની જરુરિયાતો માટે વર્કિંગ કેપિટલ અને નવા પ્રોજેક્ટ માટે કોર્પોરેટ જગત ને સમયસર આર્થિક મદદ મળી જાય તે માટે એચડીએફસી બેન્ક રોડમેપ તૈયાર કરી રહી છે.
રાષ્ટ્રનિર્માણ અને આર્થિક વિકાસ માટે કોર્પોરેટ જગત ની નાણાકીય તરલતા આવશ્યક માનવામાં આવે છે ત્યારે એચડીએફસી બેન્ક કોર્પોરેટ લોન સ્ટેટમેન્ટ માં 10 ટકાનો વધારો કરી કોર્પોરેટ જગતની જરૂરિયાતો પૂરી કરવા માટે પગલાં માંડી ચૂકી છે એપ્રિલથી જૂન મહિનાના પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટે એચડીએફસી એ 3.15 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ લોન માટે ફાળવ્યા છે જેનાથી મોટી લોનો અને કોર્પોરેટ જગત માટે વર્કિંગ કેપિટલ લોન અને એડવાન્સ લોન આ માટે કંપનીએ કમર કસી છે અને એક લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ એક્સટેન્શન ની પણ જોગવાઇ કરી છે.
અમે કોર્પોરેટ જગત ને વર્તમાન પરિસ્થિતિમાં તેમનું કામ અને પ્રોજેક્ટ આગળ વધારવા માટે કોઈપણ મદદ કરવા તૈયાર છીએ તેમ ભરૂચાએ જણાવ્યું હતું બેંક દ્વારા સરકારી પ્રોજેક્ટના સંચાલક કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને પણ ધિરાણ આપશે કે જેનાથી કાચી સામગ્રી અને વર્કિંગ કેપિટલ માં ઉદ્યોગપતિ અને કોન્ટ્રાક્ટરો ને કોઈ કસર કે રુકાવટ ન આવે સરકારી વિકાસ પરિયોજનાઓ અને વિકાસ કામો માટે કાર્યરત ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટરોને પણ અને ખાસ કરીને બિલ્ડરોને બેંક મદદરૂપ થશે સરકારી મોટી પરિયોજનાઓ અને મોટા પ્રોજેક્ટ સ્થાનિક ધંધા-રોજગાર માટે અનેક તકો ઉભા કરનારા હોવાથી એચડીએફસી બેન્ક આવા પ્રોજેક્ટો ને આગળ ધપાવવા માટે કટિબદ્ધ બની છે.
એચડીએફસી બેન્ક દ્વારા ટેલિકોમ ક્ષેત્રના વિકાસ માટે ખાસ ધ્યાન આપી રહી છે ટેલિકોમ ક્ષેત્રના વિકાસ માટે આંતરમાળખાકીય સુવિધાઓમાં ટાવર ફાઇબર લિન્ક અને અન્ય ચીજવસ્તુઓ માટે કંપનીઓને મદદરૂપ થઈને દેશને ફોરજી માંથી ફાયજી માં લઈ જવા માટે પોતાનું શક્ય હોય તેટલું યોગદાન આપવા માટે તૈયાર છે.
2031 32 સુધીમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વાતાવરણમાં ઘટાડવા માટે પણ બેંક પ્રતિબંધ બની છે અને ગ્રીન એનર્જી રિવોલ્યુશન સાથે સંકળાયેલી કંપનીઓને પણ બે આર્થિક સહાય પૂરી કરશે દેશના આંતરમાળખાકીય વિકાસ અને અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ના અભિગમ સાથે કોર્પોરેટ જગત ને મદદરૂપ થવા માટે એચડીએફસી એ હાથ ધરેલી કવાયત લાંબાગાળાના સારા પરિણામો આપનારા બની રહેશે જો કે કોર્પોરેટ લોન માં કરેલા વધારાથી બેંકને કેટલાક અંશે વ્યાજ ખાધ નો પડકાર ઉપાડવો પડશે પરંતુ બેન્ક મેનેજમેન્ટ આ માટે સઘન આયોજન કરીને કોર્પોરેટ જગત ને મદદરૂપ થવાના પોતાના ઇરાદાઓ સફળ બનાવવા માટે જેમાં ઉઠાવવા પતિ પ્રતિબંધ બની છે.