ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલે પણ નારાજગી વ્યક્ત કરી
સોશિયલ મિડિયા પર બેન્કની નીંદા થઈ રહી હતી
એચડીએફસી બેન્કે નવી એપ કામ ન કરવાને કારણે એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાંથી તેને 7 દિવસમાં હટાવી પડી છે. ગ્રાહકો આજે સાંજે 5 વાગ્યાથી જૂની એપનો ઉપયોગ કરી શકશે. બેન્કે સોમવારે તેની માહિતી આપી છે. જોકે એ વાતની જાણકારી નથી આપવામાં આવી કે નવી એપમાં આવી રહેલી મુશ્કેલીઓ કેટલા સમયમાં સુધરી જશે.
ગ્રાહકોને નવી એપમાં લોગિન કરવામાં પરેશાની થઈ રહી હતી. આ કારણથી સોશ્યિલ મીડિયા પર એચડીએફસી બેન્કની ખૂબ જ નીંદ થઈ હતી. સોમવારે ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને સવાય કર્યો હતો કે હાલના સમયની દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક આવું કઈ રીતે કરી શકે છે ?
એચડીએફસી બેન્કે ગત મંગળવારે (27 નવેમ્બર) જ નવી એપ લોન્ચ કરી હતી. જોકે બાદમાં ગુરૂવારે બેન્કે ટ્વિટરના માધ્યમથી ગ્રાહકો પાસે માફી માંગતા જણાવ્યું કે નવી એપમાં મુશ્કેલી થઈ રહી છે. હાલ તેને સુધારવાની કોશિશ કરવામાં આવી રહી છે.