રોકડ ટ્રાન્જેકશનને ઘટાડી ડિજિટલ ટ્રાન્જેકશનને વધારવા કરાયો નિર્ણય

ભારતમાં બેંકોનો વ્યવહાર નોટબંધી પછી વધી રહ્યો છે. ત્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક, એકસીસ બેંકોએ બુધવારથી નવી પઘ્ધતિ અમલમાં મુકી છે કે જેમાં રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે જો એક મહિનામાં ચારથી વધુ વ્યવહાર કરવામાં આવે તો દરેક રોકડ વ્યવહાર પર 150/- ચાર્જ લગાડવામાં આવશે. એટીએમમાંથી વારંવાર નાણા ઉપાડવાની આદત હવે બદલવી પડશે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એકસીસ બેંકે કેશ ટ્રાન્જેકશન ઉપર ચાર્જ લગાડવાનું શ‚ કરી દીધું છે. એક મહિનામાં ચાર ફ્રી ટ્રાન્જેકશન પછી ઉપાડ-જમા પર દર વખતે ૧૫૦ ‚પિયાનો ચાર્જ લાગશે. કેશ ટ્રાન્જેકશનનો ઘટાડો કરી ડીજીટલ ટ્રાન્જેકશનને પ્રોત્સાહિત કરવા માટે આ નિર્ણય લેવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફી ટ્રાન્જેકશન બેંક અથવા એટીએમમાંથી કરી શકાશે એટલે કે બેંક અને એટીએમ માટે અલગ અલગ ફી ટ્રાન્જેકશન આપવામાં આવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.