ઓનલાઈન બેન્કિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. આવા સંજોગોમાં હેકર તમારા એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી શકે છે. આ માટે તેઓ હાલ નવી-નવી રીતોનો ઉપયોગ કરી રહ્યાં છે. આ નવી રીત UPI બેઝડ ટ્રાન્ઝેક્શનને ટાર્ગેટ કરી રહી છે, કારણ કે હાલ UPI બેઝડ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યું છે. આ ફ્રોડથી એટેકર્સ એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉઠાવી શકે છે. આ અંગે એચડીએફસી બેન્કે તેના ખાતાધારકોને ચેતવ્યા છે અને આ બાબતે તકેદારી રાખવા જણાવ્યું છે.
લોકોને આ હેકર્સ સરળતાથી મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યાં છે. આ પ્રકારના ફ્રોડમાં યુઝર્સ પાસે એક એપ ઈન્સ્ટોલ કરાવવામાં આવે છે, જે રિમોટલી તમારા ડેટાને હેકર્સને મોકલે છે. બાદમાં તમારા મોબાઈલમાં આવેલો OTP તે હેકર્સની પાસે જાય છે અને તે સરળતાથી તમારા એકાઉન્ટને ખાલી કરી શકે છે.
આ બાબતે એચડીએફસી બેન્કે લોકોને ચેતવણી આપતા કહ્યું કે ફ્રોડસ્ટર્સ તમને એનીડેસ્ક એપ ડાઉનલોડ કરવાનું કહી શકે છે અને તમારી પાસે 9 ડિજિટનો કોડ માંગશે અને તેનાથી તે તમારા સ્માર્ટફોન પોતાના કન્ટ્રોલમાં લેેશે.
કેટલાક ફ્રોડસ્ટર્સને લોકોને ફોન કરીને પણ ઓટીપી માંગી લે છે. તમે એની ડેસ્કનું નામ તો સાંભળ્યું જ હશે. જો ન સાંભળ્યું હોય તો આ અંગે જણાવી દઈએ કે આ એક નાનું સોફ્ટવેર છે, જે કમ્પ્યુટરને રિમોટલી એક્સેસ કરવાનું કામ કરે છે. આ સોફટવેરને કેટલીક કંપનીઓ કસ્ટમર સપોર્ટ માટે યુઝ કરે છે. જોકે હાલ આ સોફટવેરનો યુઝ ફ્રોડ માટે થઈ રહ્યો છે.