કેન્સરના રોગમાં લાંબી અને ખર્ચાળ સારવારમાં HCG ફાઉન્ડેશન દર્દીના પરિવારોને કરે છે મદદ: જરૂરીયાતમંદોને કેન્સર
નિષ્ણાંત તબીબો નિ:શુલ્ક સારવાર આપે છે: દવા અને આધુનિક મશીનરી માટે વિવિધ ઈવેન્ટ કરીને ફંડ એકત્ર કરવામાં આવે છે
રમેશ પારેખ ઓપન ઓડિટોરીયમ ખાતે આયોજિત કસુંબીનો રંગ કાર્યક્રમમાંથી એકત્ર થયેલા ફંડને કેન્સરના જરૂરીયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે
એચ.સી.જી ફાઉન્ડેશન દ્વારા કેન્સરનાં દર્દીઓનો લાભાર્થે ૨૫મી ફેબ્રુઆરીએ સાંજે ૭ કલાકે રમેશ પારેખ ઓપન ઓડિટોરીયમ ખાતે કસુંબીનો રંગના શિર્ષક હેઠળ કિતિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ડાયરામાંથી એકત્ર થયેલા ફંડને કેન્સરના જરૂરીયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે.
કસુંબીનો રંગ કાર્યક્રમની વિગતો આપવા એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એચ.સી.જી હોસ્પિટલના રીજનલ ડાયરેકટ ડો.ભરત ગઢવી, રાજકોટ એચ.સી.જી હોસ્પિટલનાં હેડ ડો.મનિષ અગ્રવાલ, ડો.ગીરીશ પટેલ, ડો.સંજય ભટ્ટ, ડો.સુધીર ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.આ વેળાએ તેઓએ કહ્યું હતું કે એચ.સી.જી ફાઉન્ડેશન કેન્સર દર્દીઓનાં લાભાર્થે કાર્યરત છે. કેન્સરની સારવાર લાંબી અને ખુબ ખર્ચાળ હોય છે. ત્યારે એચ.સી.જી ફાઉન્ડેશનનાં તબીબો દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.અને દવા તથા મશિનરીના ખર્ચને પહોચી વળવા દરેક સેન્ટરોમાં વિવિધ ઈવેન્ટ કરવામાં આવે છે.રાજકોટમાં પણ આ પ્રકારે ઈવેન્ટ કરીને વાર્ષિક રૂ.૧ કરોડનું ફંડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જરૂરી નથી કે કોઈ દાતા ફાઉન્ડેશનને માત્ર આર્થિક અનુદાન જ આપે દાતા કોઈ દર્દીને દત્તક પણ લઈ શકે છે. વઘુ વિગત માટે મો.૯૭૪૯૦ ૪૦૧૧૬ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તબીબો નિ:શુલ્ક સારવાર કરે છે, ફાઉન્ડેશન ફ્રીમાં દવા પુરી પાડે છે: ડો. ભરત ગઢવી
અબતક સાથેની વાતચીત દરમિયાન એચસીજી હોસ્પિટલનાં રીજનલ હેડ ડો.ભરત ગઢવીએ જણાવ્યું હતુ કે ૨૫ ફેબ્રુઆરીના રોજ કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી એકત્રીત થયેલા નાણાં એચસીજી ફાઉન્ડેશનમાં કેન્સરનાં દર્દીઓનાં લાભાર્થે ઉપયોગમાં લેવાશે સાથોસાથ આ ફંડના ઉપયોગથી કેન્સરના દર્દીઓનો નિ:શુલ્ક ઉપચાર કરાશે. એચસીજી ફાઉન્ડેશન મેડીશીનની નિ:શુલ્ક સેવા દર્દીઓને આપે છે. જયારે બીજો ખર્ચો હોસ્પિટલ અને ડોકટરો દ્વારા માફ કરવામાં આવશે. જેથી દર્દીઅહોનો ઉપચાર સારી રીતે અને નિ:શુલ્ક થઈ શકે. કેન્સરનો રોગ પરિવાર માટે ખર્ચાળ સાબીત થાય છે. બીજા રોગો માટે ઘણી સંસ્થાઓ કાર્યરત છે. પરંતુ કેન્સરનાં રોગ માટે કોઈ મોટી સંસ્થા કાર્યરત ન હોવાથી સમાજના હિત માટે એચસીજી ફાઉન્ડેશન શરૂ કરવામાં આવ્યું હતુ. આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે નબળા દર્દીઓને મદદ કરવામાં આવે છે.
કેન્સર માત્ર દર્દીને નહિ સમગ્ર પરિવારને ભરખી જાય છે: ડો. મનિષ અગ્રવાલ
ડો. મનિષ અગ્રવાલે જણાવ્યું હતુ કે સમાજમાં કેન્સર રોગને લઈ હાવ ઉભો થયો છે. લોકોને તેનો સામનો કરવો જોઈએ અને જાગૃતતાનાં કાર્યકમ્રમાં સહભાગી પણ થવું જોઈએ બીજી તરફ એચસીજી દ્વારા જે કેન્સર જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવે છે તેમાં લોકોનો માર્ગદર્શન પણ આપવામાં આવે અને કેન્સરથી કેવી રીતે બચી શકાય તે પણ સમજાવવામાં આવે છે. કેન્સર એ એવો રોગ છે જે આખા પરિવારને ભરખીજાય છે. રાજકોટમાં કેન્સર અવેરનેશને લઈ ઘણા લોકોને દાતાઓ આર્થિક મદદ કરે છે. જેનો ખૂબ સારો અનુભવ મળ્યો છે.
દર્દીઓનું સ્ટેટસ જાણીને તેઓને આર્થિક મદદ કરાય છે: ડો. ભરત પારેખ
ડો. ભરત પારેખે જણાવ્યું હતુ કે કેન્સરના જરૂરીયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સંસ્થા તેઓની આવક તથા દર્દીઓનાં પરિવાર સહિતની તમામ માહિતી એકત્રીત કરવામાં આવે છે. ત્યારબાદ જ એ વાતની સ્પષ્ટતા થાય છે કે કયાં દર્દીને કેટલી સહાય મળવી જોઈએ દર્દીઓની આવક સ્ટેટસ, સહિતના ક્રાઈટેરીયાઓ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેથી સંસ્થા દર્દીઓનાં ઘરે જઈ માહિતીઓ એકત્રીત કરે છે. આમ આર્થિક રીતે નબળા દર્દીઓને મદદરૂપ બનીને એચસીજી ફાઉન્ડેશન દ્વારા દાતાઓ તરફથી મળેલા ફંડનો યોગ્ય જગ્યાએ જ ઉપયોગ કરવામાં આવે છે.