ગોંડલ શહેરમાંથી પસાર થતા રાજાશાહી સમયના બે પુલો સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં હોઈ તાત્કાલીક અસરથી નવા કરવા જોઈએ તેવી અનેક રજુઆતો નગરપાલિકામાં કરવા છતા નગરપાલિકાએ કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લેતા અંતે ગુજરાત હાઈકોર્ટમાં ગોંડલના યતિશ ગોવિંદભાઈ દેસાઈ દ્વારા ઙ.ઈં.ક. કરતા, ગુજરાત હાઈકોર્ટે બંને પુલોના રીપોર્ટ રજુ કરવા માટે આદેશ કર્યો હતો જે રીપોર્ટ રજુ કર્યા બાદ તેની અમલવારી આજ દિન સુધી ન થતા ગુજરાત હાઈકોર્ટે કડક વલણમાં આ બંને પુલો હેવી વ્હીકલ માટે તાત્કાલીક ધોરણથી બંધ કરવાનો આદેશ કર્યો હતો.
પુલ અંગે ગંભીર રિપોર્ટ રજૂ કર્યા બાદ ગંભીરતા ન દાખવનાર તંત્ર સામે હાઈકોર્ટ ખફા
તેમજ ગુજરાત સરકારની ગંભીરપણે ઝાટકણી કાઢી હતી કે સરકારી અધિકારીની સંપૂર્ણ અનઈચ્છા અને નિરસતા આવી ગંભીર બાબતમાં સેવાઈ રહી છે તેમજ લોકાના જીવ સાથે રમત કરી રહયા છે અને સરકારે આ રીપોર્ટ રજુ કરવાની સાથે કોઈ સોગંદનામું પણ આજ દિન સુધી કરેલ નથી તેમજ સરકારે પોતે પણ આટલો ગંભીર રીપોર્ટ રજુ કર્યા બાદ કોઈ એકશન લીધેલ નથી. અને સરકારની બંને એજન્સીઓ એક બીજા ઉપર ખો આપે છે અને સંપૂર્ણપણે લેથ2જીક છે તેવી પણ ટીપ્પણી કરેલ છે.
તેમજ બંને પુલો હેવી વ્હીકલ માટે બંધ કરવા રાજકોટ જીલ્લા કલેકટર અને એસ.પી. રાજકોટ ગ્રામ્યને આદેશ કરેલ છે. તેમજ બંને પુલોની મરામત માટે ખર્ચ અંગેની તમામ મંજુરીઓ 15 દિનમાં મેળવવી અને બાકીના બીજા 15 દિનમાં આ કામ ચાલુ કરવાનો પણ નિર્દેશ કરેલ છે. વધુ સુનવણી 10 નવેમ્બરે રાખેલ છે.