ગુજરાત હાઇકોર્ટે નેશનલ શ્રોફ મારફત કરેલા કરોડોના વ્યવહારોને ટેક્સ કરવા માટે ઇન્કમટેક્સ કમિશનર દ્વારા શરૂ કરેલી રીવીઝનલ કાર્યવાહીને ને રદબાતલ કરી છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે કરદાતા અમિતકુમાર રાજાણી એ નેશનલ શ્રોફ આંગળીયા પેઢી મારફત કરોડોનાં રોકડ વ્યવહાર કર્યા છે એવી કથિત માહિતીના આધારે આયકર અધિકારીએ કરદાતાના કેસનું અસેસમેન્ટ કર્યું અને તેના પર 8% નફો ગણીને ડિમાંડ કાઢી જેની સામે કરદાતાએ અપીલ ફાઈલ કરી હતી ત્યારબાદ વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમ આવી અને એ સ્કીમ પ્રમાણે કરદાતે આ કેસની પતાવટ કરી હતી.

આ કેસની પતાવટ થઇ ગયેલ હોવા છતા ઇન્કમટેક્સ કમિશનર દ્વારા નેશનલ શ્રોફ મારફત કરેલા કરોડોના વ્યવહારોને ટેક્સ કરવા માટે રીવીઝનલ કાર્યવાહી શરૂ કરી હતી. ઇન્કમટેક્સ કમિશનરના આ પગલાં સામે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ ફેનિલ મહેતા મારફત રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ અને એડવોકેટ ફેનિલ મહેતાની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે ઇન્કમટેક્સ કમિશનર દ્વારા શરૂ કરેલી રીવીઝનલ કાર્યવાહીને રદબાતલ જાહેર કરી.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.