સામાજિક સેવક અને ખ્યાતનામ આંદોલનકર્તા અન્ના હજારે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની નીતિ સામે આંદોલન પર ઉતરવાના છે. પરંતુ આ આંદોલની ફરી વખત કેજરીવાલ જેવો બીજો વ્યક્તિ ઉભો કરવાની ભુલ નહીં થાય તેવું અન્ના હજારેએ કહ્યું છે.
અન્ના હજારે આગામી આંદોલન દરમિયાન ભાગ લેનારા કાર્યકરો પાસે રાજનીતિમાં પ્રવેશ નહીં કરે તેવા એફિડેવીડ કરાવશે. પરિણામે ફરી કોઈ વ્યક્તિ આંદોલનનો લાભ ઉઠાવી સત્તા હાસલ કરી શકશે નહીં તેવું અન્ના હજારેનું માનવું છે. તેઓ આગામી માર્ચ મહિનામાં આંદોલન ચલાવવાના છે.અન્ના હજારેએ વડાપ્રધાન મોદીની નીતિઓને પણ આડેહા લીધી હતી.
વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં મોદીએ આપેલા અચ્છે દિનના વચનની નિંદા પણ કરી હતી. સરકારે એન્ટી કરપ્શન તેમજ લોકપાલ એકટ અંગે કોઈ પગલા ન લીધા હોવાનો દાવો પણ સામાજિક કાર્યકર અન્ના હજારેએ કર્યો હતો. તેમણે કેજરીવાલ અંગે કહ્યું હતું કે નહીં, હવે કયારેય મારા આંદોલન કી બીજો કેજરીવાલ ઉભો નહીં થાય. જેઓ મારા આંદોલનમાં જોડાશે તેમની પાસેી હું રાજકારણમાં પ્રવેશ નહીં કરીએ તે પ્રકારનું એફિડેવીડ કરાવીશ.
તેમણે ઉમેર્યું હતું કે, સરકારે હજુ વચન મુજબ ‚રૂ.૧૫ લાખ આપણા બેંક ખાતામાં જમા કરાવ્યા ની. આ ઉપરાંત સરકારે ભ્રષ્ટાચાર તેમજ લોકપાલ બીલ અંગે પણ યોગ્ય પગલા લીધા ની. નરેન્દ્ર મોદીએ ૨૦૧૬માં નબળુ લોકપાલ બીલ પારીત કર્યું હતું. આ બીલ કોઈપણ જાતની ડીબેટ વગર એક જ દિવસમાં પાસ થઈ ગયું હતું. ત્યારબાદ ૨૮મી જુલાઈએ રાજયસભામાં મુકાયું હતું. ૨૯મીએ રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાયું હતું. ત્રણ જ દિવસમાં લોકપાલ બીલને કમજોર કરી દેવાયું હતું.