- દેશ વિરોધી કૃત્યનો પર્દાફાશ કરતી ઇડી
- અમદાવાદના બે શખ્સો સહીત ગેરકાયદે નાણાં લેન્ડ કરનાર હેન્ડલર સહિતના નામો ખુલ્યા
મુંબઈના માલેગાંવ સ્થિત ઠંડા પીણાંના વેપારીએ વિતરક સેરાજ અહેમદ મોહમ્મદ હારુન મેમણના બે સહયોગીઓએ એક્સિસ બેંકની અમદાવાદ શાખામાં ખોલાવેલા બેંક ખાતાઓમાંથી ચાર મહિનામાં 198 કરોડ રૂપિયાની રોકડ ઉપાડ્યાનો ઘટસ્ફોટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તપાસમાં થવા પામ્યો છે. તાજેતરમાં પીએમએલએ કોર્ટમાં દાખલ કરાયેલ ચાર્જશીટમાં ઇડીએ ઘટસ્ફોટ કર્યો છે. ઇડીએ ચાર્જશીટમાં રજૂ કરેલી વિગત અનુસાર 198 કરોડની રોકડ ઉપાડી આંગડિયા અને હવાલા ચેનલો દ્વારા મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારે હવે આ આખેઆખું હવાલા કૌભાંડમાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ જવા પામ્યું છે અને વિદેશથી આવતા ગેમિંગ ફંડ સહીતના નાણાં ઉપાડી હવાલા મારફત ટ્રાન્સફર કરવાના કેસમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્ર કનેક્શન ખુલવાના અણસાર છે.
સમગ્ર હવાલા કૌભાંડની પ્રાપ્ત વિગત અનુસાર મેમણ અને ગુજરાતના રહેવાસીઓ નાગણી અકરમ મોહમ્મદ શફી ઉર્ફે મોનુ અને વસીમ વાલી મોમદ ભેસાનિયા ઉર્ફે સંજુ સામેની ચાર્જશીટમાં એજન્સીએ જણાવ્યું હતું કે, ઇડીએ 600 થી વધુ બેંક ખાતાઓની તપાસ કરી હતી , જેમાં એક વર્ષમાં 80-90 લાખ વ્યવહારો સામે આવ્યા હતા.
એક્સિસ બેંકના શાખા સંચાલકોએ ઇડીને પુષ્ટિ આપી હતી કે જૂન અને સપ્ટેમ્બર 2024 દરમિયાન વિવિધ કંપનીઓના નામે ખોલવામાં આવેલા ખાતાઓમાંથી રોકડ ઉપાડ રજિસ્ટર્ડ કંપની માલિકોને બદલે થર્ડ પાર્ટી સંજુ અને મોનુ દ્વારા કરવામાં આવ્યા હતા. આ સિન્ડિકેટએ રોકાણ કૌભાંડો, ડિજિટલ ધરપકડ યોજનાઓ, ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી, અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ અને સાયબર ગુનાઓ સહિત વિવિધ છેતરપિંડી પ્રવૃત્તિઓમાંથી નાણાં લોન્ડર કર્યા હોવાનો આરોપ છે. તપાસ નામકો બેંકની માલેગાંવ શાખા અને બેંક ઓફ મહારાષ્ટ્રની નાસિક શાખામાં છેતરપિંડીથી ખોલવામાં આવેલા 19 ખાતાઓ પર કેન્દ્રિત હતી જેના દ્વારા આશરે રૂ. 900 કરોડના વ્યવહાર કરવામાં આવ્યા હતા.
જોકે, ઇડીએ બેંક અધિકારીઓની સંડોવણી અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઇડીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, અમદાવાદ ખાતે વિભૂતિ ટ્રેડિંગ, પ્રગતિ ટ્રેડર્સ, એમકે એન્ટરપ્રાઇઝ, આસ્થા ટ્રેડિંગ, હાર્દિક એન્ટરપ્રાઇઝ અને હરેશ ટ્રેડિંગના એક્સિસ બેંક ખાતાઓની વધુ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ચાર મહિનાથી ઓછા સમયમાં રૂ. 198 કરોડની રોકડ ઉપાડવામાં આવી હતી. ઇડીએ છ ખાતાઓમાંથી વ્યવહારની વિગતો પૂરી પાડી પાડી જેમાં રોકડ ઉપાડની માહિતીનો સમાવેશ થાય છે. આ નાણાંમાંથી, 54 કરોડ રૂપિયા મેમણ દ્વારા સંચાલિત 14 નામકો ખાતાઓ અને પાંચ બેંક ઓફ મહારાષ્ટ્ર ખાતાઓમાંથી સીધા આવ્યા હતા.
ઇડીના જણાવ્યા મુજબ મોનુ અને સંજુએ અધિકૃત ન હોવા છતાં આ ખાતાઓમાંથી રોકડ ઉપાડી હતી. એજન્સીએ ખાતા ખોલવા સાથે સંકળાયેલા બ્રાન્ચ મેનેજર અને સેલ્સ મેનેજર બંનેના નિવેદનો નોંધ્યા હતા. ઇડીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે મોનુ અને સંજુ એક વોટ્સએપ ગ્રુપ (એએમડી ગ્રુપ-એક્સિસ) નો ભાગ હતા જ્યાં તેમના હેન્ડલર, મહમૂદ અબ્દુલ સમદ ભગદ ઉર્ફે ચેલેન્જર કિંગ અને સહયોગી જીમી ખાતાના વ્યવહારો, રોકડ ઉપાડ, વિવિધ વ્યક્તિઓ, આંગડિયા અને હવાલા ઓપરેટરોને ટ્રાન્સફરનું નિર્દેશન કરી રહ્યા હતા. ઇડીએ આંગડિયાઓના નિવેદનો પણ દસ્તાવેજીકૃત કર્યા હતા જેમણે વધુ વિતરણ માટે મોનુ અને સંજુ પાસેથી ભંડોળ મેળવ્યું હતું.
નવેમ્બર 2024 માં ઇડીએ મેમણ દ્વારા કથિત શંકાસ્પદ વ્યવહારોની તપાસના ભાગ રૂપે મુંબઈ, નાસિક, માલેગાંવ, સુરત અને અન્ય સ્થળોએ 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
તપાસનો રેલો સૌરાષ્ટ્ર સુધી આવશે?
હવે જયારે ગેરકાયદે હવાલા રેકેટનો રેલો અમદાવાદ અને સુરત સુધી પહોંચ્યો છે ત્યારે જાણકારોના મત મુજબ આ મસમોટા કૌભાંડના તાર છેક સૌરાષ્ટ્ર સુધી પથરાયેલા છે. ગરીબ વર્ગના લોકોને મુઠ્ઠીભર નાણાંની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં ગેમિંગ ફંડથી માંડી અઢળક પ્રકારના નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યારબાદ આ નાણાં આંગડિયા અથવા ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરીને ફરીવાર વિદેશ મોકલી દેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ સૌરાષ્ટ્રમાં મોટા શહેરોમાં ચલાવવામાં આવે છે ત્યારે હવે આગામી દિવસોમાં ઇડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા સૌરાષ્ટ્રમાં દરોડા પાડવામાં આવે તો નવાઈ નહિ.
અમદાવાદની છ પેઢીના બેંક એકાઉન્ટ મારફત ટ્રાન્ઝેકશન કરાયા
ઇડીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, અમદાવાદ ખાતે વિભૂતિ ટ્રેડિંગ, પ્રગતિ ટ્રેડર્સ, એમકે એન્ટરપ્રાઇઝ, આસ્થા ટ્રેડિંગ, હાર્દિક એન્ટરપ્રાઇઝ અને હરેશ ટ્રેડિંગના એક્સિસ બેંક ખાતાઓની વધુ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ચાર મહિનાથી ઓછા સમયમાં રૂ. 198 કરોડની રોકડ ઉપાડવામાં આવી હતી. ઇડીએ છ ખાતાઓમાંથી વ્યવહારની વિગતો પૂરી પાડી પાડી જેમાં રોકડ ઉપાડની માહિતીનો સમાવેશ થાય છે.
ફક્ત 19 બેંક એકાઉન્ટમાં અધધધ 900 કરોડના વ્યવહાર!!
આ સિન્ડિકેટએ રોકાણ કૌભાંડો, ડિજિટલ ધરપકડ યોજનાઓ, ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી, અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ અને સાયબર ગુનાઓ સહિત વિવિધ છેતરપિંડી પ્રવૃત્તિઓમાંથી નાણાં લોન્ડર કર્યા હોવાનો આરોપ છે. તપાસ નામકો બેંકની માલેગાંવ શાખા અને બેંક ઓફ મહારાષ્ટ્રની નાસિક શાખામાં છેતરપિંડીથી ખોલવામાં આવેલા 19 ખાતાઓ પર કેન્દ્રિત હતી જેના દ્વારા આશરે રૂ. 900 કરોડના વ્યવહાર કરવામાં આવ્યા હતા