સ્વાદ અને ઓળખ એ જ
‘Hocco Eatery’ જે એક સંપૂર્ણ નવી આધુનિક-ભારતીય કયુએલઆર બ્રાન્ડ સાથે આધુનિક ડેઝર્ટ અને ફુડ ક્ધસેપ્ટસને એક સાથે લાવી લોન્ચ કરી રહી છે
ચોના પરિવાર- હેવમોર આઇસક્રીમ, ૧૯૪૪ રેસ્ટોરન્ટ્સ, હેવમોર રેસ્ટોરન્ટ્સ, હેવમોર ઈટરીના સ્થાપક અને નિર્માતાઓ, અને હુબર એન્ડ હોલી, હવે ‘Hocco Eatery’- જે એક સંપૂર્ણ નવી આધુનિક-ભારતીય ક્યુએસઆર બ્રાન્ડ સાથે લિજેન્ડરી ક્લાસિક્સ, વાનગીઓની એવોર્ડ વિજેતા ટેકનિક્સ, અને આધુનિક ડેઝર્ટ અને ફૂડ ક્ધસેટ્સને એક સાથે લાવીને લોન્ચ કરી રહેલ છે.
હેવમોર આઇસક્રીમ જેવી ભારતની ઝડપથી વિકસતી આઇસક્રીમ બ્રાંડના વેચાણ પછી, કોરિયન મેજર-લોટે સાથેના લેન્ડમાર્ક ડીલમાં, ચોનાએ તેમના ફૂડ બિઝનેસને આગળના લેવલે લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે Hocco શા માટે- અંકિત ચોના કહે છે કે, Hocco એટલે હાઉસ ઓફ ચોનાસ કોલેબરેટિવ- Hocco -તે એક એનર્જેટિક અને વાયબ્રન્ટ-ગતિશીલ નામ છે- આધુનિક ગુજરાત અને યુવા ભારત માટેની બ્રાંડ છે.Hocco વારસા અને કૌશલ્ય સાથેની એક યુવા બ્રાંડ છે. સૌ કોઈ ઝંખે તેવી અને તાજગીભરી તેની શરૂઆતથી સાત દાયકામાં પરિવર્તન પામતી રહેલ-તે ભવિષ્ય છે. પ્રદીપ ચોના ૬૫ વર્ષીય ફૂડ વેટરને બેઠકને સંબોધન કરતાં કહ્યું કે, આપણા ભાવિને સમજવાનું પ્રથમ પગલું એ હતું કે અમારાં રેસ્ટોરન્ટ્સ અને ઈટરીઝનું નવેસરથી બ્રાંડિંગ કરવું, ફરીથી સ્થાન પ્રાપ્ત કરવું.
અંકિત ચોનાએ પોતાની વિસ્તરણ યોજનાઓની ચર્ચા કરતી વખતે પુષ્ટિ આપી કે તેમની પપથી વધારે કંપની આઉટલેટ્સને ટૂંક સમયમાં Hoccoની મઝા માણી શકાય તે માટે અપડેટ કરવામાં આવશે અને પશ્ચિમ ભારતમાં આગામી સાહસના લક્ષ્ય સાથે તે આગામી બે વર્ષમાં વ્યવસાયને વધુ ૧૦૦+ આઉટલેટ્સમાં આગળ વધારવા માટે જૂના અને નવા ભાગીદારો સાથે હાલમાં સરખું જ કામ કરી રહ્યા છે. અંકિત ચોનાએ વધુમાં કહ્યું કે એની ડિલિવરી માટે, કંપની ‘Hocco Eatery’ અને ૧૯૪૪ રેસ્ટોરન્ટ બ્રાંડ માટે ઇન્ફાસ્ટ્રક્ટર, પ્રક્રિયાઓ અને માર્કેટિંગ પ્રમોશનમાં સક્રિય રોકાણ કરશે.