કોર્ટની કામગીરીમાં ઓનલાઈન પધ્ધતિ લાગુ કરવાના પ્રયાસોની ગોકળગતિ

 ૨૦૧૦માં દેશભરમાં ઈ-કોર્ટનો પ્રોજેકટ શરૂ‚ કરવામાં આવ્યો હતો. જેની પાછળ ૧૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દેશમાં માત્ર ચાર જ હાઈકોર્ટમાં કેસનું ઓનલાઈન ઈ-ફીલીંગ થાય છે. આ ચાર હાઈકોર્ટમાં દિલ્હી, બોમ્બે, મધ્યપ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે.

કાયદા મંત્રાલયના કહેવા પ્રમાણે આ ચાર હાઈકોર્ટમાં જ ઈ-ફીલીંગની કામગીરી થઈ રહી છે. જો કે, ઈ-ફીલીંગ તું હોવા છતાં પણ કાગળો દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં કુલ ૨૪ હાઈકોર્ટ છે અને ૧૮૦૦૦ કાર્યકારી કોર્ટ છે જે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં જિલ્લા કોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૦માં સરકારે આ કામગીરી ચાલુ કરી હતી અને તેના માટે ઈ-કોર્ટ કમીટી પણ રચી હતી જેના દ્વારા સમગ્ર કામગીરીનું સુપર વિઝન કરવામાં આવી રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.