રાજકોટ ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે આવેલા વર્લ્ડ સેલીબ્રીટી સીંગર હાવાસ ગુરુહીના સભ્યોએ રાજકોટમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ડોલ્સ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. અલોકિક વ્યકિતત્વ તેમજ બેમિસાલ સૌદર્ય ધરાવતી હાવાસ પરિવારની રુપરુપના અંબાર સમી કુંવરી ઉઝબેક ઢીંગલી રોબિયો ૧૦ર દેશોની ૧૬૦૦ થી વધુ ઢીંગલીઓને નિહાળીને ખુશખુશાલ બની ગઇ હતી. તો ઓલ ઇન્ડીયા રેડીયો સ્ટેશનની મુલાકાત લઇને યુવવાણી કાર્યક્રમ અંતર્ગત કાખ્રમોને યુવાનોને કોઇપણ તકની રાહ જોવાને બદલે તકને જાતે ઉભી કરવાની ટેવ પાડવા માટે આહ્મન આપ્યું હતું.
ઉઝબેકિસ્તાનથી મૈત્રીનો મ્યુઝીકલ સંદેશ લઇને રાજકોટ આવેલા આ પરિવારે રાજકોટના યજમાનનું સુંદર આતિથ્ય માણ્યું હતું. આ પરિવાર કેટલાક દિવસોથી પુનામાં શાસ્ત્રીય સંગીત શીખવા માટે આવ્યા હોવાની અને કાખ્રમોન તથા રોબિયા અત્યંત લાગણીશીલ માતાના વિરહમાં ઝુરી રહ્યા હોવાની વાતથી જ્ઞાત યજમાને એરપોર્ટ ખાતે સ્વાગતમાં અમદાવાદના માત્ર ૧૦ વર્ષના ચિત્રકારના હાથેથી બનેલું માતા મતલબનું પેઇન્ટીંગ ભેટમાં અપાવતા સૌ લાગણીશીલ બની ગયા હતા. ગાંધી મ્યુઝીયમ ખાતે લાઇવ શોમાં અદભુત પરફોર્મન્સ કરીને રાજકોટવાસીઓના દિલ જીતી લીધા પછી કાર્યક્રમના અંતમાં એક બહેને પોતાનું નામ ન આપવાની શરતે પોતાના પૂજા ઘરમાં રાખેલો શુકશિયાળ સિકકો શુભેચ્છાના પ્રતિકરુપે કાખ્રમોનને ભેટ આપ્યો હતો. બીજી સવારે હોટલ પર આવીને એક સજજન પ હજાર રૂપિયાનું કવર રોબિયાને ભેટ સ્વરુપેઆપી ગયા હતા. રાજકોટના એક પ્રતિષ્ઠિત પરિવારે દીકરી માનીને રોબિયાને ૧૧ હજાર રૂપિયાનું કવર ભેટ કર્યુ હતું. તો અન્ય એક પ્રતિષ્ઠિત પરિવારે આગ્રહભેર ઉઝબેક પરિવારને ડીનર માટે આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતના સ્ટ્રીટ ફુડ તરીકે પ્રખ્યાત પાણીપુરીની લહેજત પણ તેઓએ માણી હતી. દિલ્હી માટે એરપોર્ટ મૂકવા ગયેલા યજમાન જીજ્ઞેશ મહેતાને એક મીનીટ ઉભા રહેવાનું કહીને રોબિયાએ તેરી લાડકી મે છોડુંગી ના તેરા હાથ ગાયન ગાયું ત્યારે લાગણીના તમામ બંધનો ધોધ બનીને વહી નીકળ્યાં હતા.