દરેક વ્યક્તિ પોતાની ચોઈસ પ્રમાણે તેના ઘરને સજાવતા હોય છે. ત્યારે ઘર બેઠાં અનેકવાર લોકો કઈક નવું-નવું કરવાં ઈચ્છાતા હોય છે. આમ તો ઊનના દોરાનો ઉપયોગ ઘણાં લોકો પોતાના બાળકો માટે સ્વેટર તેમજ હાથ-પગના મોજાં તેમાથી ગુથી શિયાળામાં પહેરવાં માટે ઉપયોગમાં લેવાતું હોય છે. ત્યારે આજે જો ઊનનો દોરો જૂનો ઘરમાં પડયો હોય તો તેમાંથી આપના હોલ કે બેડરૂમમાં લગાવવા કે આપના રૂમને વધુ સુશોભિત કરવા એક સરસ મજાનું ઝૂમર બનાવી શકાય છે.
તેને બનાવા માટે મુખ્ય રીતે ઉપયોગમાં લેવાતી સામગ્રી:-
- ઊનનો દોરો
- જૂના ડબ્બા અને ઢાકણાં
- કલર અને સ્કેચ્પેનના રંગો
- જૂની સીડી-વીસીડી
- પંચ મશીન
સૌ પ્રથમ આ ઝૂમર બનાવવાં માટે ઘરમાં પડેલાં તમારા જૂના પ્લાસ્ટિકના ડબ્બા તેમજ ઢાકણાંને એક સાથે એકઠા કરો.
ત્યારબાદ આ તમામ ડબ્બા તેમજ ધાકણાને ઘરનાં નાના ભૂલકાઓને તેના રંગો લઈ તેને પર રંગવા બેસાડો જેથી તમામ બાળકોને પોતાનો સમય પસાર કરી શકે.
આટલું થયા પછી જો તમારી પાસે પેહલા વપરાતી જૂની પડેલી સીડી તેમજ વીસીડી હોય તો તેને પણ બાળકોને કહો કે તેને રંગી નાખે.
આટલું થયા બાદ તમારા ઘરમાં પડેલું પંચિંગ મશીનનો જે કાગળને ફાઇલ કરવામાં ઉપયોગમાં લેવાતું હોય છે તેનો ઉપયોગ કરો અને તે જૂના ડબ્બાના ઢાકણાં સાથે ડબ્બામાં કાણાં પાડો અને આ તમામ વસ્તુને વારા ફરતી વારા એક-બાદ બીજા ને તે ઊનના દોરાંથી બાંધતા જાવ આટલું થયા બાદ તમારું આ સુંદર અને એકદમ રંગીન ઝૂમર ઘરમાં સજાવવાં માટે ત્યાર છે.
તમારું આ સુંદર ઝૂમર તૈયાર થયા બાદ મન ગમતી જગ્યાએ તેને લગાવો.