સામગ્રી :
- ૧ કપ ઇડલીનું ખીરૂ
- ૧ કપ ભાત
- ૧ છીણેલી કોબીજ
- ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
- ૨ ચમચી સમારેલા લીલાધાણા
- મીઠુ
- ૪ ચમચી તેલ
- ૧ ચમચી અજમો
- ૧ ચમચી જીરૂ
- ૧ હીંગ
રીત :
ખીરૂ બનાવવા માટે સામગ્રીને એક બાઉલમાં લો.
તેમા બે ચમચી પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.
તેમાં ૨ ચમચી ખાવાનો સોડા નાખો ત્યારબાદ તેમા ફીણ થવા લાગશે. અને તરત જ હલકા હાથે તેને હલાવી લો.
હવે એક નોનોસ્ટીક પેનમાં બે નાના ચિલ્લા બનાવો તેમા ચમચી તેલ, અજમો, જરૂ‚ હીંગ નાખીને ધીમા તાપે ઢાંકીને ૪થી ૫ મિનિટ સુધી થવા દો.
તો બસ તૈયાર છે વેજીટેબલ રાઇસ કેક તેને લીલી ચટણી સાથે સર્વ કરો.