સામગ્રી
- – ૩ નંગ મોટા બટાકા
- – તે
- – ચણાનો લોટ (૧કપ)
- – ૧ ટેબલ સ્પુન ચોખાનો લોટ
- – ૧૫ થી ૨૦ કળી લસણની પેસ્ટ
- – ધાણાજીરુ (જ‚ર મુજબ)
- – મીઠુ ( સ્વાદ અનુસાર)
- – હળદર (જ‚ર મુજબ)
રીત :
સૌ પ્રથમ ચણાનો તથા ચોખાનો લોટ ભેગા કરી જ‚રી પાણી ઉમેરી ખીરુ તૈયાર કરવુ ત્યાર બાદ તેમા મીઠુ, ચપટી હળદર નાખી ઢાંકીને રાખવું.
– હવે એક બાઉલમાં બટાકાનો બાફીને છોલીને થોડીવાર ફ્રીઝમાં રાખી મુકવા.
– ત્યાર બાદ લસણ, મીઠુ, ધાણાજી‚ ભેગા કરી થોડુ પાણી સાથે કઠણ ચટણી વાટવી.
– હવે ફ્રીઝમાંથી બટાકા લઇ તેને થોડી જાડી સ્લાઇસ કાપી તેના ઉપર ચટણી પાથરી બીજી સ્લાઇસ મુકીને સેન્ડવિચ તૈયાર કરવા.
– હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકવુ અને તેમાંથી ચમચી તેલ ખીરામાં નાખી ખૂબ હલાવવું.
– દરેક સેન્ડવિચ ખીરામાં બોળી તેલમાં તળવી ત્યાર બાદ પેપર નેપકીન ઉપર મુકવા.
– તૈયાર છે ગરમા ગરમ ભજીયા સેન્ડવિચ.