ભારતીય મહિલા અને યુવતીમાં મહેંદીએ ખૂબ પ્રચલિત શોખ છે અને કદાચ નાનપણથી જ હાથમાં મહેંદી લગાવતી આવી હશે. ભાગ્યે જ કોઇ એવું હશે જેને ક્યારેય મહેંદી ન લગાવી હોય અને એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓમાં મહેંદી લગાવવાનો શોખ સૌથી વધુ જોવા મળે છે. જો કોઇ પણ શુભ કામમાં મહિલાઓ પોતાનાં હાથમાં સુંદર ડિઝાઇન સાથે મહેંદી લગાડતી જોવા મળે છે. સામાન્ય રીતે મહેંદી આપણે બ્રાઉન કલરની જ જોઇ હશે પરંતુ શું તમે તમારા હાથમાં ક્યારેય સફેદ મહેંદી ટ્રાય કરી છે જે તમારા હાથને વધુ સુંદર અને મન મોદક બનાવે છે જે તમે તમારા ફેશનમાં મહેંદી માટે કંઇક અલગ ટ્રાય કરવા ઇચ્છો છો, તો વ્હાઇટ કલરની મહેંદી તમારા હાથને સુંદર દેખાવ આપશે. સફેદ કલરની મહેંદીને તમે પોતાને અલગ કલરની નેલ પોલીશ સાથે પણ લગાવી શકો છો. જે તમારા હાથની ખુબ સુરતીને ચાર ચાંદ લગાવશે.
વ્હાઇટ મહેંદીમાં જુદા-જુદા કલરની નાના ડિઝાઇનથી પણ હાઇ લાઇટ કરી શકો છો. તેમાં પણ જો ઝીણી અને જાડી બંનેને ડિઝાઇનને સરસ અને વ્યવસ્થિત લગાવવામાં આવે અને તેમાં અલગ અલગ કલરનું ફિલીંગ કરવામાં આવે તો ડિઝાઇન પણ ખૂબ સુંદર લાગશે અને કંઇક અલગ જ આકર્ષણ ઉભુ કરવામાં મદદરુપ થશે. આ વ્હાઇટ મહેંદી…. તો આ દિવાળીમાં ટ્રાય કરો મહેંદીનો નવો ટ્રેન્ડ એટલે વ્હાઇટ મહેંદી.